શંકરાચાર્ય અને પૂર્વ CBI ડિરેક્ટરની બંધ દરવાજાની સીક્રેટ મીટિંગ, 25 મિનિટની ચર્ચામાં શું થયું?

વારાણસી, 25 ફેબ્રુઆરી 2026: પૂર્વ CBI ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવે મંગળવારે વારાણસી સ્થિત શ્રી વિદ્યામઠમાં પહોંચીને Swami Avimukteshwaranand Saraswati સાથે મુલાકાત કરી હતી. બંધ દરવાજાની અંદર લગભગ 25 મિનિટ સુધી ચાલેલી આ બેઠકને શરૂઆતમાં સામાન્ય ગુરુ-શિષ્ય મુલાકાત તરીકે ગણાવવામાં આવી હતી. જોકે, બાદમાં આ મુલાકાત પાછળનો મુખ્ય હેતુ સામે આવ્યો.
એમ. નાગેશ્વર રાવ હાલ એક સિવિલ સોસાયટી સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ અને અનુભવી પત્રકારો સામેલ છે. આ ટીમ પ્રયાગરાજના માઘ મેળામાં થયેલા વિવાદની સ્વતંત્ર અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
માઘ મેળા વિવાદ અને પાલકી યાત્રા મુદ્દે ફોકસ
18 જાન્યુઆરી 2026ના મૌની અમાવસ્યા દિવસે થયેલા વિવાદ પર તપાસનો મુખ્ય ફોકસ છે. આ દિવસે શંકરાચાર્યની પરંપરાગત પાલકી યાત્રા રોકવામાં આવી હતી, જેને લઈને રાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાઈ હતી.
તપાસ ટીમ જાણવા પ્રયત્ન કરી રહી છે કે કઈ પરિસ્થિતિમાં પાલકી યાત્રા અટકાવવામાં આવી અને તેમાં પોલીસ તથા પ્રશાસનની શું ભૂમિકા રહી. સાથે જ ધાર્મિક પરંપરા અને પ્રશાસનિક આદેશ વચ્ચે થયેલા અથડામણને ટાળી શકાય તેમ હતું કે નહીં તે પણ તપાસનો ભાગ છે.
પ્રશાસન પાસે માંગ્યા દસ્તાવેજો
માહિતી મુજબ, ટીમે પ્રયાગરાજ પ્રશાસન પાસે પાલકી યાત્રાની મંજૂરી સંબંધિત દસ્તાવેજો અને સ્વામી અવીમુક્તેશ્વરાનંદને આપવામાં આવેલા નોટિસની નકલ માંગી છે.
ટીમ માત્ર દસ્તાવેજી તપાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દિવસે હાજર રહેલા પત્રકારો, પોલીસકર્મીઓ અને ચશ્મદીદ સાક્ષીઓ સાથે સીધી વાતચીત કરવાની તૈયારી પણ કરી રહી છે.
પૂર્વ CBI ડિરેક્ટર M. Nageswara Rao ની આગેવાની હેઠળ આ તપાસને નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવી રહી છે.
યૌન શોષણના આરોપોની પણ થશે તપાસ
સૂત્રો અનુસાર, આ સિવિલ સોસાયટી ટીમ માત્ર માઘ મેળા વિવાદ સુધી મર્યાદિત નહીં રહે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે નોંધાયેલી FIR અને યૌન શોષણના ગંભીર આરોપોની પણ વિગતવાર તપાસ કરવામાં આવશે.
એમ. નાગેશ્વર રાવ જેવા અનુભવી તપાસ અધિકારીના જોડાવાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ટીમનો હેતુ એક નિષ્પક્ષ અને વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો છે, જે જાહેર કરવામાં આવશે જેથી જનતા સમગ્ર ઘટનાક્રમની સાચી હકીકત જાણી શકે.
આ પણ વાંચો : Google નો મોટો નિર્ણય: Android યુઝર્સ માટે બંધ કર્યું લોકપ્રિય Weather ફીચર












