ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

’27 વખત ન્યૂડ કરી, દિવસમાં 3 વાર કપડાં ઉતરાવ્યા’, તિહાર જેલમાં ભૂખ-તરસથી તડપી એક્ટ્રેસ

Sandeepa Virk Tihar Jail Experience:  જાણીતી એક્ટ્રેસ અને ઈન્ફ્લુએન્સર સંદીપા વિર્કે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તિહાર જેલમાં વિતાવેલા અત્યંત મુશ્કેલ અને દર્દનાક દિવસોનો ખુલાસો કર્યો છે. આશરે ₹6 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેને સાડા ચાર મહિના સુધી તિહાર જેલમાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન તેને આકરા શારીરિક અને માનસિક ટોર્ચરનો સામનો કરવો પડ્યો હોવાનો તેણે દાવો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં સંદીપાએ જેલના કડવા સત્ય અને જેલ પ્રશાસનની ચેકિંગ પદ્ધતિ પર ગંભીર આરોપો લગાવ્યા હતા:

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સંદીપાના જણાવ્યા મુજબ, જેલમાં કડક ચેકિંગના નામે વારંવાર નગ્ન કરવામાં આવતી હતી. કોર્ટમાં જવાના દિવસે અને પાછા ફરતી વખતે દિવસમાં 3 વખત કપડાં ઉતરાવવામાં આવતા હતા. સાડા ચાર મહિનાના સમયગાળામાં તેને આશરે 27 વખત આ રીતે નગ્ન થઈને ચેકિંગ કરાવવું પડ્યું હતું. મહિલા પોલીસ કર્મચારીઓ બોડી અને પ્રાઈવેટ પાર્ટ્સ પર ટોર્ચ મારીને ચેકિંગ કરતી હતી. જેલમાં ખાવાનું અત્યંત ખરાબ આપવામાં આવતું હતું. પાણી જેવી ચા અને માત્ર બે ચમચી શાક આપવામાં આવતું.

ગંદકી અને ઇન્ફેક્શન:

વધુમાં એક્ટ્રેસે જણાવ્યું કે, જેલમાં મહિલાઓને સેનિટરી પેડ્સ આપવામાં આવતા નહોતા. શૌચાલય અત્યંત ગંદા હોવાને કારણે મોટાભાગની મહિલા કેદીઓને ઇન્ફેક્શન થઈ જતું હતું. જેલમાં જગ્યા ઓછી હોવાને કારણે કેદીઓએ એકબીજાની ઉપર ઊંઘવું પડતું હતું. શરીર પર કીડા-મકોડા ફરતા હતા અને તેને પકડવા જતાં તે ત્વચા પર ચોંટી જતા હતા. સંદીપાએ દાવો કર્યો કે જેલની અંદર જેની પાસે પૈસા હોય છે, તેને ફોન સહિતની તમામ સુવિધાઓ મળી રહે છે.
પોતાનું દર્દ વ્યક્ત કરતી વખતે સંદીપા ઈમોશનલ થઈ ગઈ હતી અને તેણે કહ્યું કે જેલમાં જઈને જિંદગી બરબાદ થઈ જાય છે. ફુટપાથ પર સૂનારા લોકો જેલના કેદીઓ કરતાં વધુ સારી જિંદગી જીવે છે.

આ પણ વાંચોઃ IND vs AFG:  વૈભવ સૂર્યવંશી માટે માઠાં સમાચાર? દિલ્હી મેચ પર તોળાતું સંકટ!

Back to top button