ટ્રેન્ડિંગબિઝનેસ

1 ઓગસ્ટથી દેશમાં અમલી બનશે આ 5 મોટા ફેરફારો! LPG, રેલ્વે તત્કાલ ટિકિટ અને બેંકિંગ નિયમો બદલાશે

Rule changes from 1st August 2026: જુલાઈ મહિનો પૂરો થવામાં હવે ગ ણતરીના કલાકો જ બાકી છે અને ઓગસ્ટ મહિનો દેશમાં અનેક મોટા નાણાકીય અને વહીવટી ફેરફારો સાથે શરૂ થવા જઈ રહ્યો છે. 1 ઓગસ્ટ 2026થી લાગુ થનારા આ નવા નિયમોની અસર ઘરના રસોડાથી લઈને રોજિંદી વસ્તુઓની ખરીદી, બેંકિંગ અને રેલ્વે મુસાફરી પર સીધી જોવા મળશે.

જો તમે આ ફેરફારો વિશે અગાઉથી માહિતગાર નહીં રહો તો તમારા ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. ચાલો વિગતવાર જાણીએ ૧ ઓગસ્ટથી બદલાવા જઈ રહેલા 5 મોટા નિયમો વિશે:

1. LPG સિલિન્ડરના ભાવમાં સુધારો

દર મહિનાની પહેલી તારીખની જેમ જ 1 ઓગસ્ટ 2026ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર કરશે. જુલાઈ મહિનાની શરૂઆતમાં કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવઘટાડાની રાહત આપી હતી, જ્યારે 14 કિલોના ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. ઓગસ્ટની શરૂઆતે સામાન્ય નાગરિકોને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થાય તેવી મોટી આશા છે.

2. એર ટર્બાઈન ફ્યુઅલ (ATF) ની કિંમતો

એલપીજીની સાથે ઓઇલ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે વિમાનમાં વપરાતા ઈંધણ એટલે કે એર ટર્બાઈન ફ્યુઅલ (ATF) ના નવા ભાવ પણ જાહેર કરે છે. ATFના ભાવમાં થતો ફેરફાર સીધો હવાઈ મુસાફરોના ભાડા પર અસર કરે છે. 1 ઓગસ્ટે સ્પષ્ટ થશે કે ફ્યુઅલ સસ્તું થવાથી હવાઈ મુસાફરી સસ્તી બનશે કે ભાવ વધતાં ટિકિટ મોંઘી થશે.

3. રેલ્વે તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ

ભારતીય રેલ્વે (Indian Railways) 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગ સાથે જોડાયેલા નિયમોમાં મહત્વપૂર્ણ બદલાવ કરવા જઈ રહી છે. નવા નિયમ હેઠળ, હવે કાઉન્ટર પર ટોકન આપવાનો સમય તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થવાના સમયની સાથે જ રાખવામાં આવશે. આનાથી રિઝર્વેશન કાઉન્ટર પર થતી ભીડ ઓછી થશે અને મુસાફરોને પહેલા ટોકન લેવા અને પછી ટિકિટ કઢાવવા માટે વારંવાર લાઈનમાં ઉભા રહેવું નહીં પડે.

4. FMCG અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી થશે

ઓગસ્ટ મહિનાની શરૂઆત મોંઘવારીના ઝાટકા સાથે થઈ શકે છે. તહેવારોની સીઝન પહેલા સવારની ચાથી લઈને કપડાં, ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીનના ભાવમાં વધારો જોવા મળી શકે છે. માર્કેટ એક્સપર્ટ્સના મતે:

  • FMCG પ્રોડક્ટ્સ: ચા, હેર ઓઈલ અને સાબુ જેવી વસ્તુઓ 6% થી 8% સુધી મોંઘી થઈ શકે છે.

  • ઈલેક્ટ્રોનિક્સ: રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને TV જેવી વસ્તુઓ 4% થી 6% સુધી મોંઘી થઈ શકે છે.

  • સ્માર્ટફોન અને કાર: મેમરી ચિપ મોંઘી થવાથી સ્માર્ટફોન અને ઈનપુટ કોસ્ટ વધવાથી ઓટોમોબાઈલ કંપનીઓ પણ કારના ભાવ વધારી શકે છે.

5. બેંકિંગ નિયમો અને SMS ચાર્જમાં ફેરફાર

1 ઓગસ્ટ 2026 થી કેટલીક બેંકો પણ પોતાની સેવાઓ પરના ચાર્જીસમાં ફેરફાર કરવા જઈ રહી છે. જેમાં ઉજીવન સ્મોલ ફાઈનાન્સ બેંક (Ujjivan Small Finance Bank) નો પણ સમાવેશ થાય છે. બેંક પોતાના ગ્રાહકો માટે SMS Alert ચાર્જમાં ફેરફાર લાગુ કરશે, જેમાં માસિક લિમિટ સાથે 30 પૈસા પ્રતિ SMSનો ચાર્જ વસૂલવામાં આવશે. ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના ડેબિટ કાર્ડ મેન્ટેનન્સ અને અન્ય ચાર્જીસની વિગતો બેંક શાખામાંથી મેળવી લે..

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ પણ વાંચોઃ હોર્મુઝ તણાવ પર સરકાર એક્શનમાં, PM મોદીએ મંત્રીઓ સાથે કરી મહત્વની બેઠક

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી મેઘતાંડવની આગાહી: 13 જિલ્લામાં રેડ એલર્ટ, સરકાર હાઈ અલર્ટ પર, સાવચેતી માટે શું કરશો?

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

Back to top button