આયુષ્માન ખુરાનાના ઘરે દિવાળી પાર્ટીમાં ચમક્યા બોલિવૂડના સિતારા
Ayushmann Khurrana: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને બોલિવૂડમાં પણ દિવાળી પાર્ટીઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ સિઝનની પહેલી પાર્ટી અભિનેતા આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપના ઘરે યોજાઈ હતી. આ શાનદાર પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપીને સાંજને યાદગાર બનાવી હતી. Ayushmann Khurrana
કરણ જોહરથી અર્જુન કપૂર સુધીના સિતારાઓએ જમાવી મહેફિલ

આયુષ્માન ખુરાનાએ પોતાના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં અનેક સેલેબ્સ સામેલ થયા હતા. કરણ જોહર, અર્જુન કપૂર અને વાણી કપૂર પાર્ટીના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્રણેય બ્લેક રંગનાં આઉટફિટમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યાં હતાં.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સાન્યા મલ્હોત્રાની પિંક સાડી અને સારા અલી ખાનના શરારા લુકે ખેંચ્યું ધ્યાન

બોલિવૂડની અભિનેત્રીઓએ પણ પોતાના સુંદર લુકથી પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા હતા. સાન્યા મલ્હોત્રા પિંક સાડીમાં જોવા મળી હતી, જ્યારે સારા અલી ખાન શરારા સૂટમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. ભૂમિ પેડણેકરનો લુક પણ ચર્ચામાં રહ્યો હતો.
શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા સાથે પહોંચી

અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ પતિ રાજ કુંદ્રા સાથે આયુષ્માનની દિવાળી પાર્ટીમાં સામેલ થઈ હતી. આ પ્રસંગે રાજ કુંદ્રા બ્લેક કુર્તા અને પાઘડીમાં જોવા મળ્યા હતા, જ્યારે શિલ્પા વ્હાઇટ અને ગોલ્ડન સાડીમાં સુંદર લાગી રહી હતી.
આ પણ વાંચો:AIના જોખમની આશંકા? OpenAIએ લાઇવ ઇન્ટરનેટથી કનેક્શન કાપ્યું!
રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાનીનો ટ્રેડિશનલ અંદાજ

રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની પણ પાર્ટીની રોનક વધારવા પહોંચ્યાં હતાં. બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યાં હતાં. રકુલે બ્લેક લહેંગો પહેર્યો હતો, જ્યારે જેકી બ્લેક અને વ્હાઇટ કુર્તામાં હેન્ડસમ લાગી રહ્યો હતો.
અપારશક્તિ ખુરાના સહિત અનેક સેલેબ્સે આપી હાજરી

આયુષ્માનના ભાઈ અપારશક્તિ ખુરાના પણ ટ્રેડિશનલ આઉટફિટમાં આકર્ષક દેખાઈ રહ્યા હતા. આ ઉપરાંત જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, ટ્વિંકલ ખન્ના, અભિષેક બેનર્જી અને ભૂષણ કુમાર સહિત અનેક જાણીતી હસ્તીઓએ પાર્ટીમાં હાજરી આપી હતી.
સારા અલી ખાન અને મનીષ મલ્હોત્રા સાથે આયુષ્માને લીધી સેલ્ફી

પાર્ટી દરમિયાન આયુષ્માન ખુરાના મનીષ મલ્હોત્રા અને સારા અલી ખાન સાથે મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા. ત્રણેયે સાથે સેલ્ફી લીધી હતી અને પાર્ટીની મજા માણી હતી. બોલિવૂડના સિતારાઓની હાજરીથી આયુષ્માન અને તાહિરાના ઘરે યોજાયેલી આ દિવાળી પાર્ટી ખાસ બની હતી.












