ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
રાજકોટ બાવળા હાઈવે પર ભયંકર અકસ્માત, કાર ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ

બાવળા 03 જૂન 2025: રાજકોટ-બાવળા હાઈવે પર વધુ એક મોટો અકસ્માતમાં સર્જાયો છે. રાજકોટ-બાવળા હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. કેરાળા નજીક અકસ્માતમાં કાર ચાલકનું મૃત્યુ થયું છે.
હાઈવે પર ઉભા રહેલા ડમ્પરની પાછળ કાર અચાનક ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માત સર્જાયા બાદ કારમાં એકાએક આગ લાગવા લાગી હતી. મૃતક રાજકોટ નજીક ટંકારા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: સ્થાનિક ઉત્પાદનમાં આયાત જકાત ઘટાડવામાં આવી, વિદેશી ઇવી ઉત્પાદકોને મોટી રાહત












