મનોરંજન

અલી-રિચાની રિસેપ્શન પાર્ટીંમાં આખું બોલિવૂડ ઉમટ્યું, ગ્લેમ લુકમાં સેલેબ્સે આપ્યા પોઝ

Text To Speech

મુંબઈમાં રિચા ચઢ્ઢા અને અલી ફઝલ વેડિંગ રિસેપ્શન નવપરિણીત યુગલ રિચા ચઢ્ઢા અને અલી ફઝલે મંગળવારે મુંબઈમાં તેમના વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું અને મંગળવાર સાંજે મુંબઈમાં શાનદાર રિસેપ્શન પાર્ટી યોજાઈ હતી જે પાર્ટીમાં ઘણા બોલીવુડ સેલેબ્રિટીઝ ગ્લેમ લુકમાં પહોંચ્યા હતા. આ ગૅન્ડ રિસેપ્શન પાર્ટીમાં રિચા અને અલીએ બૉલીવુડના અનેક મોટા સેલેબ્સને પણ ઇનવાઇટ કર્યા હતા. જોકે, પાર્ટીની હાઇલાઇટ રિચા અને અલી પણ રહ્યા છે. જે બંનેએ તેમની કેટલીક તસ્વીરોને સોશિયલ મિડીયામાં શેર કરી છે. જેમાં વેડિંગ આઉટફિટ્સથી લઈને અન્ય કપડા લોકોનુ ધ્યાન તેમની તરફ ખેંચે છે.

કૌશલ ડેપર સૂટમાં વેડિંગમાં પહોચ્યો

delhi- hum dekhenge
વિકી કૌશલ ડેપર સૂટ પહેરી ક્લીન-શેવ લુકમાં જોવા મળ્યો હતો

વિકી કૌશલથી લઈને અનેક સેલેબ્સ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા. જેમાં વિકી કૌશલ ડેપર સૂટ પહેરી ક્લીન-શેવ લુકમાં જોવા મળ્યો હતો. તે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ સાથે પોઝ આપતા જોવા મળ્યો હતો. કેટરિના કૈફ સાથેના લગ્ન બાદ વિકી તેની પેહલી વાર તેની પત્ની વગર લગ્નની ઉજવણીમાં સામેલ થયો હતો.

આ કપલના કાયદેસર લગ્નને અઢી વર્ષ થયા છે. તેમના પ્રવક્તાએ મંગળવારે બપોરે એક નિવેદન જારી કરીને તેની પુષ્ટિ કરી હતી. આ દંપતીએ 29 સપ્ટેમ્બરના રોજ પોતપોતાની પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. તેઓએ દિલ્હી અને લખનૌમાં તેમના લગ્નના રિસેપ્શન અને પાર્ટીઓ યોજી હતી. તેઓ તેમની પંજાબી અને લખનૌવી સંસ્કૃતિ બંનેની ઉજવણી કરવા માંગતા હતા. તેમની ઉજવણીની વિગતો તેમના વ્યક્તિત્વ અને તેમના વારસાને વિચારપૂર્વક પ્રતિબિંબિત કરવા માટે બનાવવામાં આવી હતી. કપડા પણ ખાસ ટચ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા હતા જેમાં તેમની પ્રેમકથાને પ્રતિબિંબિત કરવા માટે બનાવેલ સાડીના રિવાજ સહિત હેરલૂમ જ્વેલરી અને કસ્ટમ મેડ ટ્રાઉસો ઉમેરવામાં આવ્યા હતા,” નિવેદનમાં જણાવાયું છે.

તાપસી પન્નુ ઋત્વિક રોશન તેની ગર્લફ્રેન્ડ પણ જોવા મળ્યા

hum dekhenge
તાપસી પન્નુ તેમજ ઋત્વિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો.

આ અવસર પર તાપસી પન્નુ ગ્લિટર લહેંગામાં જોવા મળી હતી. તે જ સમયે ઋત્વિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો. જ્યારે ઋત્વિક ફોર્મલમાં હતો, ત્યારે સબા લહેંગામાં જોવા મળી હતી. ડાઈવોર્ઝ બાદ ઋત્વિક અને સુઝેન બન્ને અલગ પોત પોતાની રીતે લાઈફ જીવી રહ્યા છે. ત્યારે ડાઈવોર્ઝ બાદ ઋત્વિક અને સબા ઘણી વાર એકબીજાની સાથે જ જોવા મળ્યા હતા જે બાદ રિચા અને અલીના રિસેપ્શન ફંકશનમાં હાજરી આપી હતી.

એક્ટ્રેસ તબ્બુ અને સ્વરા ભાસ્કરે પણ હાજરી આપી હતી.

hum dekhenge
ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ એક્ટ્રેસ તબ્બુ સાથે જોવા મળ્યા હતા
hum dekhenge
સ્વરા આ પ્રસંગે કલરફુલ અને ગ્લોરી લહેંગામાં જોવા મળી હતી.

ઈવેન્ટમાં જ્યાં ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ એક્ટ્રેસ તબ્બુ સાથે જોવા મળ્યા હતા. રંગબેરંગી સાડીમાં તબ્બુ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે જ સમયે, સ્વરા આ પ્રસંગે કલરફુલ અને ગ્લોરી લહેંગામાં જોવા મળી હતી.

આ પણ વાંચો : બોલીવુડના સ્ટાર કિડ્સ ભાઈ-બહેનની જોડી

Back to top button