દીવાલ પર લટકતી ચાદર હટાવતા જ સામે આવ્યું ચોંકાવનારું દૃશ્ય, જુઓ વીડિયો

નવી દિલ્હી, તા. 16 ઓગસ્ટ, 2025: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. આ વીડિયોમાં એક યુવતી રૂમની દીવાલ પર લટકાવેલી ચાદર હટાવે છે, અને તે હટાવતા જ અંદરનું દૃશ્ય જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા
હજારો ગરોળીઓ જોઈને લોકો ચોંકી ગયા
વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતી ચાદર હટાવે છે કે તરત જ દીવાલ પર એકબીજા ઉપર ચઢેલી હજારો ગરોળીઓ જોવા મળે છે. આ દૃશ્ય એટલું આશ્ચર્યજનક છે કે લોકોના રુવાંટા ઊભા થઈ ગયા. આશ્ચર્યની વાત એ છે કે, યુવતીએ આ ગરોળીઓ માટે એક ખાસ વાતાવરણ તૈયાર કર્યું છે, જ્યાં તે તેમની દેખરેખ રાખે છે, તેમને ખાવા-પીવાનું આપે છે અને તેમની સફાઈનું ધ્યાન રાખે છે. આ વીડિયો કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મનો સીન લાગી રહ્યો છે.
યુવતી ગરોળીની ખેતી કરે છે
તમને કદાચ સવાલ થશે કે આટલી બધી ગરોળીઓ એક જ જગ્યાએ કઈ રીતે આવી? તો જણાવી દઈએ કે આ યુવતી ચીનમાં પ્રચલિત ગરોળીની ખેતી કરે છે. ચીનમાં ગેકો અને મોનિટર લિઝર્ડ જેવી ગરોળીઓની ખેતી ખૂબ ઝડપથી વધી રહી છે. આનું મુખ્ય કારણ એ છે કે પરંપરાગત ચીની ચિકિત્સામાં આ ગરોળીઓનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સોજો ઘટાડવા માટેની દવાઓમાં થાય છે. આ ઉપરાંત, કેટલાક લોકો તેને વિદેશી પાલતુ પ્રાણી તરીકે પણ પાળે છે. ચીનમાં આ એક નફાકારક વ્યવસાય બની ગયો છે, જ્યાં ખેડૂતો તેને ઉછેરીને બજારમાં વેચે છે.
Ye Video Sirf Mahilao Ke Liye Hai 😂 pic.twitter.com/HOAYYTkSaR
— बाबा ट्विटर वाले (@Babaxwale) August 14, 2025
લોકોની પ્રતિક્રિયાઓ
ભારતમાં આ વીડિયોએ લોકોમાં આશ્ચર્ય ફેલાવ્યું છે. જ્યાં ચીનમાં આ એક સામાન્ય પ્રથા છે, ત્યાં ભારતમાં ગરોળીને સામાન્ય રીતે ભયજનક અને અશુભ માનવામાં આવે છે. આ વીડિયો પર ભારતીય યુઝર્સે અલગ-અલગ કમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, “ગરોળી પાળવાની હિંમત! ભારતમાં તો લોકો તેને જોઈને ચપ્પલ ઉઠાવી લે છે.” બીજા એક યુઝરે મજાકમાં કહ્યું, “જો આવી ખેતી ભારતમાં શરૂ થઈ તો ચપ્પલનું વેચાણ વધી જશે.”
આ પણ વાંચોઃ ગુજરાતી કલા જગત ઉપર આભ ફાટ્યું, મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં ચારનાં મૃત્યુ, સાત ઘાયલ












