RBI મહાત્મા ગાંધી શ્રેણીની નવી 20 રૂપિયાની નોટો બહાર પાડશે, જાણો કારણ

નવી દિલ્હી, 17 મે : ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. બેંક તરફથી શનિવારે આ અંગે માહિતી આપવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું કે, નવી નોટ પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે.
મળતી વિગતો અનુસાર, હવે આરબીઆઈ રૂપિયા 20ની નવી નોટ બહાર પાડશે. અને આ નોટોની ડિઝાઈન મહાત્મા ગાંધી ન્યૂ સિરીઝની 20 રૂપિયાની નોટ જેવી જ હશે. આ સાથે જ આરબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, 20 રૂપિયાની નવી નોટ જાહેર થયા બાદ જૂની નોટ ચલણમાં યથાવત્ રહેશે. તેનો મતલબ છે કે જે નોટ પહેલાથી ચાલી આવી છે તે બંધ નહીં કરવામાં આવે. પરંતુ નવી નોટને તેમાં સામેલ કરી દેવાશે. જૂની નોટોના ચલણ પર કોઈ પ્રકારની રોક-ટોક નહીં લગાવવામાં આવે.
દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને એક નવી વાર્તા : સુપ્રીમ કોર્ટ કઈ અરજી પર ગુસ્સે થઈ?
હું મુસ્લિમ છું પણ…; કર્નલ સોફિયા કુરેશીના વાયરલ વીડિયો પાછળનું સત્ય શું છે?
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw












