ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

આરબીઆઇને હજુ પણ વ્યાજ દર ઘટાડવાનો અવકાશ, પરંતુ સાવચેતી જરૂરી

મુંબઇ, તા. 1 મે 2025: ફૂગાવાના આંક અને વૃદ્ધિની આસપાસ ઊંચી અનિશ્ચિતતાઓ જોતા ભારતની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆાઇ) પાસે વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવાનો અવકાશ છે, પરંતુ કોઇ વધુ રાહત આપતા પહેલા ઘણો વિચાર કરવો પડશે અને સાવચેતીપૂર્વક આગળ વધવુ પડશે એમ દેશની વ્યાજ નિર્દારણ પેનલના બહારના એક સભ્યએ જણાવ્યું હતું.

વ્યાજ દરમાં અને તરલતા ઉમેરણ એમ બન્નેની દ્રષ્ટિએ પોલિસીને હળવી બનાવવાનું ચાલુ રાખતા તેમાંયે ખાસ કરીને વૃદ્ધિએ સંભવિત સ્તરે પહોંચવાનું શરૂ કર્યુ છે ત્યારે આખરે વૃદ્ધિ-ફૂગાવા વચ્ચેના સંતુલનમાં ફેરફાર કરશે, અને તેથી ફૂગાવાત્મક દબાણ વધશે એમ સૌગાતા ભટ્ટાચાર્યએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.

તેમણે કહ્યુ કે હજુ પણ મને લાગે છે આપણે તેના માટે પ્રતીક્ષા કરવી પડશે. ભારતની નાણાં નીતિ કમિટી કે જેમા રિઝર્વ બેન્કના ત્રણ સભ્યો અને બહારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે તેમણે એપ્રિલના પ્રારંભમાં રેપો રેટમાં 25 બેઝિઝ પોઇન્ટનો ઘટાડો કરીને 6 ટકા કર્યો હતો, તેમજ પોતાના વલણને ન્યુટ્રલમાંથી એકોમોડેટીવ કર્યુ હતું. ચાલુ વર્ષે સતત બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો હતો.

વધુમાં આરબીઆઇઅને અમેરિકાની ટેરિફ પોલિસીને પગલે જીડીપી વૃદ્ધિ દર પણ 6.7 ટકાથી ઘટાડીને 6.5 ટકાનો કર્યો છે. સંયજ મલ્હોત્રાના નેતૃત્ત્વ હેઠળ મધ્યસ્ત બેન્કે વૃદ્ધિને ઉત્તેજન આપવા અને પોલિસી દરોને સહેલાઇથી લાગુ પાડી શકાય તે માટે બેન્કિંગ સિસ્ટમમાં ભરપૂર તરલતાનો ઉમેરો કર્યો છે.

2025ના પારંભથી આરબીઆઈએ 6.21 ટ્રિલિયન રૂપિયા (લગભગ ૭૩ અબજ ડોલર) ની તરલતા સિસ્ટમમાં ઠાલવી છે.

 તે મે મહિનામાં 1.25 ટ્રિલિયન રૂપિયાના બોન્ડ ખરીદવાની યોજના ધરાવે છે, જેનાથી રાતોરાત આંતરબેંક ભંડોળનો ખર્ચ ઓછો થવાની ધારણા છે, જે અસરકારક રીતે દર ઘટાડા તરીકે કાર્ય કરશે એમ વિશ્લેષકોનું માનવુ છે.

ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે રોકડની આ “સક્રિય” પ્રેરણા તરલતા પૂરતી હશે તેવી બજારોને ખાતરી આપે તેવી શક્યતા છે. તેમણે ઉમેર્યુ હતુ કે એકંદર થાપણોના લગભગ 1%ની સરપ્લસ તરલતા, કદાચ થોડી વધારે પણ, રાહત સાયકલ દરમિયાન યોગ્ય હોઈ શકે છે.

આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાન સામે લીધું વધુ એક પગલું, એરસ્પેસ પર લાદ્યું નિયંત્રણ

Back to top button