રાજકુમાર જાટ હત્યા કેસની તપાસ થઈ તેજ, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને પુત્ર ગણેશને SP સમક્ષ હાજર થવા સમન્સ

ગોંડલ, તા. 23 નવેમ્બર, 2025: ગોંડલના રાજકુમાર જાટ હત્યા કેસમાં એક મોટો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને પુત્ર ગણેશને SP સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. કેસની તપાસ દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત કુલ 11 શખ્સોની સંડોવણી હોવાના સંકેતો સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ સમગ્ર ગંભીર કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે, જ્યારે તેમની સાથે ધાંગધ્રાના ડીવાયએસપી જે.ડી પુરોહિત પણ તપાસમાં જોડાયા છે.
ગણેશ ગોંડલ સહિત તમામ સંદિગ્ધોને સુરેન્દ્રનગર ખાતે પૂછપરછ માટે હાજર થવા કહેવામાં આવ્યું છે. તમામના નિવેદનોનું અને જીણવટ ભરી ચકાસણી અને પૂછ પરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજકુમાર જાટના ગુમ થયા અંગેની ફરિયાદ અને બાદમાં એન્સી ગુનો નોંધાયો હતો. ઉપરાંત, રાજકોટમાં તેની હત્યા અંગે અલગ ગુનો પણ નોંધાયો છે.
ત્રણે કેસોની તપાસ હાઇકોર્ટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને સોંપાતા, પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હાલમાં સુરેન્દ્રનગર ખાતે તમામ સંદિગ્ધોની જીણવટ ભરી પૂછપરછ ચાલી રહી છે અને કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.












