ટ્રેન્ડિંગયુટિલીટી

PPFની આ સ્કીમમાં દર મહિને ₹5000 રોકો અને મેળવો ₹16 લાખથી વધુ ફંડ, જાણો સંપૂર્ણ વિગત

PPF Investment Scheme: નાના-નાના રોકાણ દ્વારા ભવિષ્ય માટે મોટું ફંડ જમા કરી શકાય છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ લાંબા ગાળાના રોકાણ માટે એક શાનદાર અને સુરક્ષિત વિકલ્પ છે. ભલે તમારે બાળકોના અભ્યાસ માટે નાણાં એકઠા કરવા હોય કે અન્ય કોઈ મોટા ખર્ચ માટે, નાની બચત લાંબા ગાળે મોટું ફંડ તૈયાર કરી આપે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોસ્ટ ઓફિસમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતું કોઈપણ વ્યક્તિ ખોલાવી શકે છે. એટલું જ નહીં, માતા-પિતા પોતાના સગીર બાળકોના નામ પર પણ આ ખાતું ખોલાવીને બચત કરી શકે છે. જો કે, આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા પોતાના PPF ખાતા અને બાળકના ખાતામાં થઈને વાર્ષિક કુલ જમા રકમ ₹1.5 લાખની મર્યાદાથી વધુ ન હોવી જોઈએ.

કેવી રીતે જમા થઈ શકે છે ₹16 લાખ?

જો તમે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે દર મહિને ₹5,000 ની બચત કરો છો, તો વાર્ષિક કુલ બચત ₹60,000 થશે. PPF ખાતાની 15 વર્ષની મેચ્યોરિટી પીરિયડમાં તમારી કુલ જમા રકમ ₹9 લાખ થશે.

આ પણ વાંચોઃ અમદાવાદવાસીઓ ધ્યાન આપો! સોમવારે 5 વિસ્તારોમાં પાણીનો સપ્લાય બંધ

વર્તમાન નિયમો મુજબ આના પર વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળે છે, જે ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે ગણવામાં આવે છે. આ ગણતરી મુજબ, 15 વર્ષ પછી આ રોકાણ વધીને આશરે ₹16.3 લાખ થઈ જશે, જેમાં ₹7 લાખથી વધુની રકમ ફક્ત વ્યાજમાંથી જ મળશે.

25 વર્ષ સુધી પણ ચાલુ રાખી શકાય છે રોકાણ

તમારા બાળકનું PPF ખાતું માત્ર 15 વર્ષની મુદત પૂરી થતાં જ બંધ કરવું ફરજિયાત નથી. જો તમે ઈચ્છો તો, તેને 5-5 વર્ષના બ્લોક માટે આગળ વધારી શકો છો અને કુલ 25 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખી શકો છો.

ટેક્સ છૂટનો વિશેષ લાભ

PPF રોકાણની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કર મુક્તિ (Tax Exemption) નો લાભ મળે છે. ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ તમે વાર્ષિક ₹1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મેળવી શકો છો.

આ પણ વાંચોઃ ‘રામાયણ’ ની આંધી વચ્ચે સુર્યાની ‘સીન’ નો બોક્સ ઓફિસ પર દબદબો: 8 દિવસમાં વૈશ્વિક કલેક્શન ₹212.12 કરોડને પાર

Back to top button