
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી સમયસર ન થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય રાજદીપસિંહ જાડેજાએ વિરોધ દર્શાવ્યો હતો. યુનિવર્સિટીના સ્થાપના દિવસ કાર્યક્રમમાં વિરોધ કરતા પોલીસે રાજદીપસિંહ જાડેજાની અટકાયત કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલુ વર્ષે સેનેટની ચૂંટણી નહીં યોજાતા ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે યુનિવર્સિટીનાં સ્થાપના દિવસનાં કાર્યક્રમમાં આ મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં એક વિરોધકર્તા કોંગી આગેવાન સ્ટેજ પર ચડી ગયા હતા. જ્યારે અન્ય કેટલાક વિવિધ બેનરો સાથે સ્ટેજની આગળ જ ઉભા રહી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જો કે ત્યાં હાજર પોલીસ દ્વારા દેખાવો કરી રહેલા તમામની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ થતા તેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે.












