
Gujarat News : રાજકોટના ઉપલેટામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી સિનિયર કે.જી.ની પાંચ વિદ્યાર્થીની સાથે 55 વર્ષના શિક્ષક દ્વારા કથિર રીતે શારીરિક અડપલાં અને યૌન શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ દરમ્યાન ફરિયાદ નોંધાતા પાટણવાવ પોલીસે આરોપી શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરી છે.
આરોપી વિદ્યાર્થીનીઓની નાની ઉંમર અને નિર્દોષતાનો લાભ લઈ અડપલા કરતા
સમગ્ર વિગત અનુસાર, આરોપી શિક્ષક દેવાણંદ બેરાએ 28 જૂન 2025થી 2 મે 2026 દરમ્યાન શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરતી નાની બાળકીઓ સાથે અયોગ્ય શારીરિક અડપલા કરતો. આરોપીએ વિદ્યાર્થીનીઓની નાની ઉંમર અને નિર્દોષતાનો લાભ લઈ તેમની સાથે અડપલા કર્યા હતા તેમજ કેટલાક કિસ્સાઓમાં ગંભીર પ્રકારના યૌન શોષણના આક્ષેપો કર્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આરોપીની કરાઈ ધરપકડ
જ્યારે એક વિદ્યાર્થીનીએ પોતાના માતા-પિતાને બેડ ટચ અંગે જાણ કરી હતી ત્યારે આ મામલો સામે આવ્યો હતો. જે બાદ વાલીઓએ અન્ય વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી ત્યારે વધુ ચાર બાળકી ભોગ બન્યાનું સામે આવ્યું હતું. ત્યારે આ બાબતે જાણ થતા વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જે બાદ એક વિદ્યાર્થીનીની 32 વર્ષિય માતાએ 8 જૂન 2026ના રોજ રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2), 351(2), 64(2) તેમજ પોક્સો એક્ટની કલમ 6,8 અને 10 હેઠળ ગુનો નોંધી અને 9 જૂનના આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી : 15થી વધુ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર દંપતિ ઝડપાયું












