રાજકોટ : ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4ની ધરપકડ

- રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી
- મોડી રાત્રે પોલીસની મોટી કાર્યવાહી
- ચારની ધરપકડ જ્યારે એક આરોપી ફરાર
રાજકોટના એક સમયના સામાજિક મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત પાંચ લોકોએ ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને 7-8 લાખ રૂપિયા પડાવવા માટે ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે મોડી રાત્રે મોટી કાર્યવાહી કરીને પદ્મીનીબા વાળા સહિત ચારની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે.
જાણો શું છે મામલો
જેતપુર રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધે ગોંડલ પોલીસ સ્ટેશનમાં તેજલ નામની યુવતી તથા પદ્મિનીબા વાળા અને તેના પુત્ર સત્યજીતસિંહ વાળા ઉપરાંત શ્યામ અને હીરેન નામના શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગોંડલમાં 15 દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા.
રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી
રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી અને સરનામું પૂછ્યા બાદ થોડીવાર પછી પરત આવીને વાતચીતથી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર લઈ ગઈ હતી. જેમા પાંચ લોકોએ ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને 7-8 લાખ રૂપિયા પડાવવા માટે ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વંચો :ગુજરાત : RTE અંગે અગત્યના સમાચાર, હજારો અરજી અમાન્ય, જાણો હવે શું કરવાનું?












