IPLટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPL બાદ રજત પાટીદારનો MPLમાં ધમાકો, 214 ના પ્રચંડ સ્ટ્રાઈક રેટથી ઝડ્યા 232 રન

Rajat Patidar MPL 2026: ઇન્ડિયન IPL 2026) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે શાનદાર પ્રદર્શન કર્યા બાદ, સ્ટાર બેટર રજત પાટીદારે (Rajat Patidar) હવે મધ્ય પ્રદેશ પ્રીમિયર લીગ 2026 (MPL 2026) માં પણ પોતાની તોફાની બેટિંગનો સિલસિલો યથાવત રાખ્યો છે. પાટીદારે આ લીગની માત્ર છ ઇનિંગ્સમાં 214.81 ના અદ્ભુત અને વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી ૨૩૨ રન ઠોકી દીધા છે. જો કે, તેમની ટીમ ‘ગ્વાલિયર ચિત્તાહ્સ’ (Gwalior Cheetahs) નું પ્રદર્શન આ ટૂર્નામેન્ટમાં ખાસ રહ્યું નથી. ટીમ ૬ માંથી ૩ મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં હાલ ૫મા સ્થાને છે.

નંબર-4 અને 5 પર આવીને મચાવી ભારે તબાહી

રજત પાટીદારે મધ્ય પ્રદેશ પ્રીમિયર લીગમાં ચોથા અને પાંચમા નંબર પર બેટિંગ કરવા છતાં અત્યંત આક્રમક રન રેટથી સ્કોર કર્યો છે. વિવિધ ટીમો સામે રજત પાટીદારનો તોફાની અંદાજ કંઈક આ મુજબ રહ્યો છે:

માલવા સ્ટેલિયન્સ સામે: માત્ર 30 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 65 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

ચંબલ ઘડિયાલ સામે: માત્ર 16 બોલમાં તોફાની 46 રન ફટકાર્યા હતા.

बुंदेलखंड બુલ્સ સામે:
16 બોલમાં 36 રનની આક્રમક ઇનિંગ રમી.

રીવા જગુઆર્સ સામે: 23 બોલમાં 45 રન બનાવીને ટીમને મજબૂતી આપી હતી.

IPL 2026 માં રજત પાટીદારનું શાનદાર પ્રદર્શન

આ પહેલા પાટીદારે IPL 2026 ની સીઝનમાં પણ બોલરોની જોરદાર ધુલાઈ કરી હતી. તેણે 15 મેચમાં 41.75 ની શાનદાર એવરેજ અને 192.69 ના પ્રચંડ સ્ટ્રાઈક રેટથી 501 રન બનાવ્યા હતા, જેમાં અણનમ 93 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2025 માં તેણે 15 મેચમાં 312 રન બનાવ્યા હતા.

RCB ને સતત બીજી વાર અપાવ્યો ખિતાબ:

રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની ટીમ સતત બીજા વર્ષે આઈપીએલ (IPL) નો ખિતાબ જીતવામાં સફળ રહી છે. જો કે, ઘરેલું અને આઈપીએલ મેદાનો પર આટલા શાનદાર પ્રદર્શન છતાં હાલમાં જ જાહેર થયેલી ભારતીય ટીમ (Team India) માં તેને સ્થાન મળ્યું નથી. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો પાટીદાર આ જ ગતિએ રન બનાવવાનું ચાલુ રાખશે, તો ટૂંક સમયમાં જ તેને ટીમ ઇન્ડિયામાં વાપસીની મોટી તક મળી શકે છે.

ઓવરઓલ IPL કરિયર રેકોર્ડ પર એક નજર

* કુલ મેચ: 57
* કુલ રન: 1612
* બેટિંગ એવરેજ: 33.58
* સ્ટ્રાઈક રેટ: 164.49
* શતક/અર્ધશતક: 1 સદી અને 14 અડધી સદી

આ પણ વાંચોઃ અમદાવાદ રેલવેને મળશે ‘સુરક્ષા કવચ’: 1300 કિમીના ટ્રેક પર લાગશે સ્વદેશી Kavach 4.0 સિસ્ટમ

આ પણ વાંચોઃ લાખોની Amazon Job છોડીને Uber ડ્રાઇવર બન્યો યુવક, જાણો પ્રેરણાદાયક સ્ટોરી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button