ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં મેઘમહેર, 28 ડેમ 100% છલકાયા તથા 44 હાઈએલર્ટ હેઠળ

  • રાજ્યના 206 જળાશયોમાં હાલ સરેરાશ 60.05 ટકા જળસંગ્રહ છે
  • સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ 187307 મિલિયનક્યુબ ફિટ
    અત્યારસુધી પડેલા નોંધપાત્ર વરસાદને પગલે જળસ્તરમાં વધારો

ગુજરામાં અત્યારસુધી પડેલા નોંધપાત્ર વરસાદને પગલે જળસ્તરમાં પણ સુધારો થયો છે. હાલ 28 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે 44 જળાશયો હાઈએલર્ટ હેઠળ છે. રાજ્યના 206 જળાશયોમાં હાલ સરેરાશ 60.05 ટકા જળસંગ્રહ છે. જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ 187307 મિલિયનક્યુબ ફિટ છે, જે કુલ સંગ્રહક્ષમતાના 56.07 ટકા છે.

25 ટકાથી નીચે ભરાયેલા હોય તેવા 39 જળાશયો

રાજ્યમાં હાલ જે જળાશયો છલોછલ છે તેમાં અમરેલી, બોટાદ, દાહોદ, જામનગરના 2-2, કચ્છના 5, ભાવનગરના 4, સુરત-પોરબંદર-દેવભૂમિ દ્વારકા-નર્મદાના 1-1 જળાશયનો સમાવેશ થાય છે. 20મી જુલાઇની સ્થિતિએ 70 ટકાથી 100 ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા 60, 50 ટકાથી 70 ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા 37, 25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા 42 જ્યારે 25 ટકાથી નીચે ભરાયેલા હોય તેવા 39 જળાશયો છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો

ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38 ટકા જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 49 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદ-ગોવા વચ્ચેનું હવાઈ ભાડું દુબઈ કરતાં વધુ

Back to top button