
Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. આ વલસાડના ઉમરગામ તાલુકામાં 35.67 ઇંચ વરસાદ પડતા વિનાશ વેરાયો છે. તેમજ કપરાડામાં 29, નાનાપોઢામાં 25.31, ધરમપુરમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં રાતના 1થી સવારના 6 કલાક દરમ્યાન 17.44 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ આજે સવારના 6થી બપોરના 12 કલાક દરમ્યાન 179 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી કરી સમીક્ષા
ભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી અને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સુરત, વલસાડ અને નવસારીના કલેક્ટરો સાથે સીધી વાતચીત કરી વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રી નરેશ પટેલને અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરાયા છે.
સુરતમાં ખાડીઓ ઓવરફ્લો
તો બીજી તરફ, સુરતમાં ખાડીઓ ઓવરફ્લો થતાં સારોલી પોલીસ સ્ટેશન સહિત અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. સણિયા હેમદ ગામમાં ખાડીપૂરના 10થી 15 ફૂટ જેટલાં પાણી ભરાઈ જતાં ખોડિયાર માતાનું મંદિર પણ સંપૂર્ણપણે જળમગ્ન બન્યું હતું. લોકો ઘરોમાં કેદ થઈ ગયાં છે. આકાશી આફતના કારણે અમદાવાદ-મુંબઈ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં 7 ટ્રેનો રદ કરાઈ છે અને નવસારીમાં 50 હજારથી વધુ મુસાફરો અટવાયા છે.
આ પણ વાંચો : દેશના મોટા બંદરગાહોના માલિક કોણ? 5 વર્ષમાં થઈ 26 હજાર કરોડથી વધુની કમાણી












