“જે પણ ભાજપ અને RSS સામે લડે છે, તેના પર આ લોકો…”, બંગાળમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

Rahul Gandhi statement: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે પશ્ચિમ બંગાળના શ્રીરામપુર, કલકત્તા અને મેટિયાબ્રુઝમાં ત્રણ મોટી રેલીઓને સંબોધિત કરી. રાહુલે આ રેલીઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની રાજ્ય સરકાર બંને પર જોરદાર પ્રહારો કર્યા. મેટિયાબ્રુઝમાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “મારી ઉપર 36 કેસ છે કારણ કે હું નરેન્દ્ર મોદી અને RSS સામે લડું છું.”
BJPને માત્ર કોંગ્રેસ પાર્ટી જ હરાવી શકે છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, “પ્રધાનમંત્રી મોદી દેશભરમાં લોકશાહી પર હુમલો કરી રહ્યા છે અને વોટ ચોરી કરી રહ્યા છે. જે કોઈ પણ ભાજપ અને RSS સામે લડે છે, તેના પર આ લોકો હુમલો કરે છે. હું દરેક રાજ્યમાં 24 કલાક ભાજપ અને આરએસએસની વિચારધારા સામે લડું છું અને તેઓ હંમેશા મારા પર હુમલો કરે છે. મારી ઉપર 36 કેસ છે, છતા હું પ્રધાનમંત્રી મોદીથી ડરતો નથી. ફક્ત કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવી શકે છે કારણ કે કોંગ્રેસ એક વિચારધારા આધારિત પાર્ટી છે અને અમે ભાજપ સાથે સમાધાન કરી શકતા નથી.”
मेरे ऊपर देशभर में 36 केस हैं, क्योंकि मैं RSS-BJP से लड़ता हूं।
मोदी सरकार ने मुझसे मेरा घर छीन लिया था, मेरी सांसदी रद्द कर दी थी और ED ने मुझसे 55 घंटे पूछताछ की थी।
अब सवाल है- ममता जी पर कितने केस हैं, उनसे ED ने कितने घंटे पूछताछ की?
जबकि पूरा बंगाल जानता है कि TMC के… pic.twitter.com/oEwypwCIWq
— Congress (@INCIndia) April 25, 2026
રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ રાજ્યમાં બેરોજગારી વધારી દીધી છે. અગાઉના ચૂંટણી પ્રચારમાં તેમણે બેરોજગારી દૂર કરવાની અને 5 લાખ યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી, પરંતુ હાલ સ્થિતિ અલગ છે.
84 લાખ યુવાનો બેરોજગાર
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આજે બંગાળમાં 84 લાખ યુવાનો બેરોજગાર છે અને તેઓ બેરોજગારી ભથ્થાની માંગ કરી રહ્યા છે. તેમણે વધુમાં શારદા અને ચિટફંડ કૌભાંડનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે સત્તાની લાલચમાં ભાજપ અને ટીએમસી બંનેએ પશ્ચિમ બંગાળની જનતાને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનું જાળ ફેલાયેલું છે, લોકો પરેશાન છે અને સરકાર માત્ર દર્શક બનીને તમાશો જોઈ રહી છે.
BJP को सिर्फ कांग्रेस पार्टी ही हरा सकती है।
क्योंकि कांग्रेस विचारधारा की पार्टी है और हम BJP से कोई समझौता नहीं कर सकते।
: नेता विपक्ष श्री @RahulGandhi
📍 कोलकाता, पश्चिम बंगाल pic.twitter.com/og1vwDIW6a
— Congress (@INCIndia) April 25, 2026
મમતા બેનર્જી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે “તેઓ પશ્ચિમ બંગાળમાં નરેન્દ્ર મોદી અને ભાજપ માટે માર્ગ મોકળો કરી રહ્યા છે કારણ કે તેઓ યોગ્ય સરકાર ચલાવતા નથી પરંતુ ભ્રષ્ટ સરકાર ચલાવે છે. રાજ્યમાં રોજગાર આપવામાં આવતો નથી અને વિકાસ પણ થતો નથી. પરિણામે આજે એવી સ્થિતિ ઉભી થઈ છે કે બંગાળમાં ભાજપની સરકાર ક્યારેય ન આવવી જોઈએ, છતાં હાલના મુખ્યમંત્રી મમતા બેનર્જી બંગાળમાં ભાજપ માટે માર્ગ મોકળો કરી રહ્યા છે. સત્તાની લાલચમાં બંને પક્ષોએ જનતાને નુકસાન પહોંચાડ્યું છે અને આ જ વાસ્તવિકતા છે જેને કોઈ નકારી શકતું નથી.”
આ પણ વાંચો: રાઘવ ચઢ્ઢાના રાજીનામા પર કુમાર વિશ્વાસનું સનસનાટીભર્યું નિવેદન












