IPL 2026માં રઘુ શર્માની ઇમોશનલ મોમેન્ટ: પ્રથમ વીકેટ બાદ ‘Jai Shri Ram’ મેસેજથી સોશિયલ મીડિયા પર છવાયા

Raghu Sharma’s emotional moment : IPL 2026ના 47મા મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે 6 વિકેટે શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે મુંબઈએ પ્લેઑફની આશાઓને જીવંત રાખી છે.
મેચમાં 33 વર્ષીય સ્પિનર રઘુ શર્માએ પોતાની પહેલી IPL વિકેટ લીધી અને તેને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યું. વિકેટ લેતાની સાથે જ રઘુ શર્માએ પોતાની ખીસ્સામાંથી એક કાગળ કાઢ્યો, જેના પર એક ભાવુક સંદેશ લખેલો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કાગળ પર લખેલો મેસેજ
“રાધે-રાધે. ગુરુદેવની કૃપાથી આજે 15 વર્ષોનો અત્યંત કષ્ટદાયક સમય સમાપ્ત થયો. મને આ મોકો આપવા બદલ મુંબઈ ઈન્ડિયન્સ (બ્લુ અને ગોલ્ડ)નો ખૂબ-ખૂબ આભાર. હું હંમેશા આભારી રહીશ. જય શ્રી રામ.”
#RaghuSharma makes a statement with that wicket 🔥
Years of hard work and belief are finally paying off. 💙🙌🏻#TATAIPL Revenge Week 2026 ➡️ #MIvLSG | LIVE NOW 👉https://t.co/hc4PVkY1Pc pic.twitter.com/QFbQB1OeRg
— Star Sports (@StarSportsIndia) May 4, 2026
રઘુ શર્મા કોણ છે?
જલંધરમાં જન્મેલા 33 વર્ષીય લેગ સ્પિનર રઘુ શર્માએ આ મેચમાં માત્ર તેમની બીજી IPL મેચ રમ્યા હતા. તેઓ છેલ્લા વર્ષે 2025માં મિડ-સીઝનમાં રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા હતા અને ટીમના નેટ બોલર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
રઘુ શર્માનું ડોમેસ્ટિક કરિયર:
- કુલ 30 ડોમેસ્ટિક મેચ રમી
- 12 પ્રથમ શ્રેણીની મેચમાં 57 વિકેટ
- 12 લિસ્ટ-A મેચમાં 18 વિકેટ
- 6 T20 મેચમાં 5 વિકેટ
તેઓ પંજાબ અને પુડુચેરી તરફથી રમી ચૂક્યા છે અને 2017-18માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું.
મેચનું સ્ટેન્ડિંગ આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે 10 મેચમાં 3 જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં 9મા સ્થાને છે, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ 9 મેચમાં 7 હાર સાથે તળિયે છે.
રઘુ શર્માની આ ઇમોશનલ સેલિબ્રેશને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા મેળવી છે અને ક્રિકેટ પ્રેમીઓ તેમની લાંબી મહેનતને સલામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Stock Market Today: શેરબજારમાં અમંગળ શરૂઆત, સેન્સેક્સ 361 પોઈન્ટ ડાઉન તો નિફ્ટી 24,000ની નીચે












