ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણીપંચ વિરુદ્ધ દેખાવોઃ રાહુલ ગાંધી સહિત ઈન્ડિ ગઠબંધનના નેતાઓની અટકાયત

નવી દિલ્હી, 11 ઓગસ્ટ, 2025: Indi alliance leaders including Rahul Gandhi detained ગેરકાયદે મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવાના ચૂંટણીપંચના પગલાંને “વોટચોરી” ગણાવીને આજે દિલ્હીમાં કૂચ કરી રહેલા ઈન્ડિ ગઠબંધનના નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

Protests against Election Commission સંસદભવનથી ચૂંટણીપંચના કાર્યાલય તરફ કૂચ કરી રહેલા આ નેતાઓને પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા કેટલાક લોકોએ બેરીકેડ કૂદીને જવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે રાહુલ ગાંધી, પ્રિયંકા વાડરા, અખિલેશ યાદવ સહિત નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

આ અગાઉ આજે 11 ઓગસ્ટને સોમવારે સવારે SIR ના મુદ્દા પર બિહારમાં ચાલી રહેલી રાજકીય લડાઈ હવે સંપૂર્ણપણે દિલ્હી તરફ વળી ગઈ હતી. મતદાર યાદી સુધારણાના મુદ્દા પર ચાલી રહેલી રાજકીય લડાઈ આજથી રસ્તાઓ પર શરૂ થઈ હતી. આજે સવારે, વિપક્ષી નેતાઓ ઈન્ડિયા બ્લોક સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિરોધ કૂચ કાઢી હતી. વિપક્ષી સાંસદો સંસદ ભવનથી ચૂંટણીપંચના કાર્યાલય તરફ રવાના થયા હતા. આ વિરોધ કૂચમાં 300 સાંસદોએ ભાગ લીધો હોવાનું માનવામાં આવે છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ આ કૂચમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, RJD, DMK, ડાબેરી પક્ષ સહિત 25 થી વધુ પક્ષોના લોકસભા અને રાજ્યસભાના 300 સાંસદો પણ જોડાયા હતા.

આતંકી યાસીન મલિકને મૃત્યુદંડ આપવા NIAએ દાખલ કરી અરજીઃ જાણો પૂરો કેસ

વિપક્ષી સાંસદોના આ કૂચ અંગે ભાજપ પણ આક્રમક છે. ભાજપ આરોપ લગાવી રહ્યું છે કે રાહુલ ગાંધી ફક્ત રાજકીય સ્ટંટ કરી રહ્યા છે. રાહુલ ગાંધી બિહારના લોકોના અધિકારો બાંગ્લાદેશીઓને આપવા માંગે છે.

દિલ્હી પોલીસે સવારે જ સ્પષ્ટતા કરી હતી કે, આજે યોજાનાર ઈંડિ ગઠબંધનના સાંસદોના પ્રદર્શન માટે દિલ્હી પોલીસ પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી. આવી સ્થિતિમાં એ જોવું પડશે કે વિપક્ષી સાંસદો આ કૂચ કાઢી શકશે કે નહીં. આમ છતાં સાંસદોએ કૂચ કાઢતા પોલીસે નેતાઓની અટકાયત કરી હતી.

તારક મહેતામાં દયા બેન પાછા આવશે! અસિત મોદી સાથે દિશા વાકાણીનો વીડિયો જોઈને ફેન્સ હરખાયા

Back to top button