ટ્રેન્ડિંગબિઝનેસ

પોસ્ટ ઓફિસ PPF સ્કીમ: વ્યાજ દ્વારા થશે ₹18 લાખથી વધુની કમાણી, જાણો કરોડપતિ બનવાનું ગણિત

સુરક્ષિત રોકાણ અને શાનદાર વ્યાજ માટે પોસ્ટ ઓફિસની યોજનાઓ હંમેશા અગ્રેસર રહી છે. જેમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક એવી સ્કીમ છે જે લાંબાગાળાના રોકાણકારો માટે વરદાન સમાન છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી ન માત્ર ટેક્સમાં છૂટ મળે છે, પરંતુ મેચ્યોરિટી પર મળતું વ્યાજ પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે.

7.1% વ્યાજ અને ટેક્સ ફ્રી રિટર્ન

કેન્દ્ર સરકાર હાલમાં PPF પર વાર્ષિક 7.1% વ્યાજ ઓફર કરી રહી છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત ‘EEE’ (Exempt-Exempt-Exempt) સ્ટેટસ છે. જેનો અર્થ છે કે રોકાણ કરેલી રકમ, તેના પર મળતું વ્યાજ અને મેચ્યોરિટી સમયે મળતું ફંડ – આ ત્રણેય બાબતો પર કોઈ ટેક્સ લાગતો નથી. આવકવેરાની કલમ 80C હેઠળ વાર્ષિક ₹1.5 લાખ સુધીની ટેક્સ છૂટ મેળવી શકાય છે.

રોકાણની મર્યાદા અને સમયગાળો

PPF ખાતું માત્ર ₹500 થી શરૂ કરી શકાય છે અને એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ₹1.50 લાખ જમા કરાવી શકાય છે. આ યોજનાનો લોક-ઈન પિરિયડ 15 વર્ષનો હોય છે, પરંતુ મેચ્યોરિટી બાદ તમે તેને 5-5 વર્ષના બ્લોકમાં વધારી શકો છો.

કેવી રીતે થશે ₹18 લાખની વ્યાજની કમાણી?

જો તમે વર્ષના ₹1.5 લાખ (મહિને ₹12,500) PPF માં રોકાણ કરો છો, તો ગણતરી આ મુજબ રહેશે:

* કુલ રોકાણ (15 વર્ષ): ₹22,50,000
* મળવાપાત્ર વ્યાજ: ₹18,18,209
* કુલ ફંડ: ₹40,68,209
* આમ, 15 વર્ષના અંતે તમે માત્ર વ્યાજ દ્વારા જ ₹18 લાખથી વધુની કમાણી કરી શકો છો.

કરોડપતિ બનવાની તક

જો તમે આ રોકાણને 15 વર્ષ પછી વધુ બે વાર (5-5 વર્ષ માટે) લંબાવો છો, તો જાદુઈ રિટર્ન મળી શકે છે. 25 વર્ષના સતત રોકાણ બાદ તમારું કુલ ફંડ ₹1.03 કરોડ થી પણ વધી શકે છે, જેમાં વ્યાજની રકમ અંદાજે ₹65.58 લાખ જેટલી હશે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ પણ વાંચોઃ લોકશાહી પ્રત્યે અતૂટ સમર્પણ: જામનગરમાં લગ્નના માંડવેથી સીધી પોલિંગ બૂથ પહોંચી કન્યા

આ પણ વાંચોઃ Gujarat Election 2026 LIVE: ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ, જાણો બપોરે 12 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button