ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

PNB Scam: પીએનબી કૌભાંડમાં નીરવ મોદીનું ભારત પ્રત્યાર્પણ? સીબીઆઈ ટીમ લંડન પહોંચી

PNB Scam:  પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ફરાર હીરા વેપારી નીરવ મોદી ને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે તેવી શક્યતાઓ તેજ બની છે. મળતી માહિતી મુજબ, તેના પ્રત્યાર્પણ મામલે કાનૂની અડચણો હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને બ્રિટનમાં તેના મોટા ભાગના કાનૂની વિકલ્પો ખતમ થઈ ચૂક્યા છે.

આ દરમિયાન સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની વિશેષ ટીમ લંડન પહોંચી ગઈ છે. ટીમે બ્રિટિશ અધિકારીઓ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથે બેઠક કરી હતી, જેમાં પ્રત્યાર્પણની અંતિમ કાગળ પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રક્રિયાને અંતિમ તબક્કે લઈ જવાની તૈયારી ચાલી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

માહિતી મુજબ, CBI ટીમ 16 એપ્રિલે ભારત પરત ફરવાની છે. ટીમની રિપોર્ટના આધારે પ્રત્યાર્પણની અંતિમ કામગીરી શરૂ કરવામાં આવશે. જો નીરવ મોદીને ભારત લાવવામાં સફળતા મળશે, તો તે સરકાર માટે મોટી સિદ્ધિ ગણાશે.

લંડનથી પરત ફર્યા બાદ CBI ટીમ ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં આવેલી યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR) માં પોતાની દલીલો રજૂ કરશે. નીરવ મોદીએ પ્રત્યાર્પણ રોકવા માટે આ અદાલતનો દરવાજો ખટખટાવ્યો છે. જોકે, ભારતીય તપાસ એજન્સીઓને વિશ્વાસ છે કે તેની અરજી અહીં પણ ટકી શકશે નહીં.

ECHR દ્વારા નીરવ મોદીને અરજીના નિરાકરણ સુધી અનામિતા આપવામાં આવી છે અને કેસની કાર્યવાહી ગોપનીય રાખવામાં આવી રહી છે. આ મામલે આગામી બે અઠવાડિયામાં સુનાવણી થવાની શક્યતા છે, જેમાં CBI પોતાની દલીલો રજૂ કરશે.

આ પહેલા માર્ચ 2026માં બ્રિટનની હાઈકોર્ટે નીરવ મોદીની ફરી સુનાવણીની અરજી ફગાવી દીધી હતી. અદાલતે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતમાં તેને કોઈ પ્રકારની યાતના અથવા દુર્વ્યવહારનો વાસ્તવિક ખતરો નથી.

ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી વર્ષ 2019થી લંડનની જેલમાં બંધ છે. પીએનબી કૌભાંડ કેસમાં ભારતની માંગ પર તેને બ્રિટિશ એજન્સીઓએ ધરપકડ કરી હતી. અત્યાર સુધી તેની જામીન અરજી 11 વખત ફગાવવામાં આવી છે, કારણ કે અદાલતે તેને ભાગી જવાની સંભાવના ધરાવતા આરોપી તરીકે ગણાવ્યો છે.

આ પણ વાંચો : કચ્છની ધારા શર્માનો કમાલ: રાજ્ય પાવરલિફ્ટિંગમાં પ્રથમ સ્થાન

Back to top button