ટ્રેન્ડિંગનેશનલ

રામલલાના સિંહાસનથી લઈને શિખર સુધી રામ મંદિરમાં કેટલા કિલો સોનાનો ઉપયોગ કરાયો છે? જાણો રસપ્રદ તથ્યો

ઉત્તર પ્રદેશઃ 25 નવેમ્બર, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિવાહ પંચમીના શુભ અવસરે અભિજીત મુહૂર્તમાં રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. 5 ઓગસ્ટ, 2020ના રોજ PM મોદીએ જ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું અને હવે ધ્વજારોહણ સાથે ત્રણ માળના રામ મંદિરનું નિર્માણ પૂર્ણ માનવામાં આવ્યું છે.

રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ અને આકર્ષક તથ્યો નીચે મુજબ છે:

રામ મંદિરમાં કેટલું સોનું લાગ્યું?

મળતી માહિતી મુજબ, રામ મંદિરના શિખરથી લઈને મંદિરના વિવિધ સ્થાનો પર લગભગ 45 કિલોગ્રામ સોનું લગાવવામાં આવ્યું છે. આજની તારીખ પ્રમાણે આ સોનાની કિંમત આશરે 56.25 કરોડ રૂપિયા છે. આ સોનું રામ મંદિરના ભૂતળના પવિત્ર દ્વારો, રામલલાના સિંહાસનને સજાવવા અને શિખર પર લગાવવામાં આવ્યું છે. ભગવાન રામના સિંહાસનમાં પણ ઘણું સોનું લાગ્યું છે. તેના શિખર પર બનેલો કળશ પણ સ્વર્ણજડિત છે. પહેલાં માળ પર શ્રીરામ, સીતા માતા, લક્ષ્મણ, શત્રુઘ્ન અને બજરંગબલીના મુગટ અને આભૂષણોમાં પણ થોડું સોનું લાગેલું છે.

રામ મંદિર નિર્માણ ખર્ચ અને દાન

  • કુલ ખર્ચ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, માર્ચ 2025 સુધીમાં રામ મંદિર નિર્માણમાં 2150 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. આ ખર્ચમાં 272 કરોડ રૂપિયાનો GST પણ શામેલ છે.
  • દાન: મંદિર નિર્માણ માટે રૂ. 3000 કરોડથી વધુનું દાન મળ્યું છે.
  • દર્શનાર્થીઓ: નવેમ્બર 2025 સુધીમાં લગભગ 45 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.

મંદિર નિર્માણમાં વપરાયેલા પથ્થરો

રામ મંદિરના નિર્માણમાં લગભગ 4 લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થવાની વાત છે. જેમાં રાજસ્થાનના ભરતપુરના બંસી પહાડપુરથી લાવેલા 2.75 લાખ ઘન ફૂટ આરસપહાણ (સંગમરમર) શામેલ છે. ગર્ભગૃહમાં 13,300 અને ફ્લોરિંગ માટે 95,000 વર્ગ ફૂટથી વધુ મકરાણા માર્બલ લગાવવામાં આવ્યું છે. ભગવાન રામલલાની મૂર્તિ કૃષ્ણ શિલા પથ્થરમાંથી બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ ચણામાં કપડા રંગવાના ઝેરી કેમિકલ ‘ઑરામાઇનનો’ ઉપયોગ…: સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કર્યો ખુલાસો

આ પણ વાંચોઃ કપાસની આડમાં ગાંજાનું વાવેતર: સુરેન્દ્રનગરમાં ₹2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ

 

Back to top button