ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ શુભેચ્છા આપી

Gujarat Day: સમગ્ર ગુજરાત આજે ‘ગુજરાત સ્થાપના દિવસ’ની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. વર્ષ 1960માં આજના દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ગુજરાતની સ્થાપના થઈ હતી. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ પોસ્ટ કરીને ગુજરાતના વિકાસ અને ગૌરવની પ્રશંસા કરી છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

વડાપ્રધાન મોદીએ તેમની પોસ્ટમાં લખ્યું કે, “ગુજરાતના સ્થાપના દિવસ પર રાજ્યના તમામ લોકોને મારી હાર્દિક શુભકામનાઓ. ગુજરાત આગામી સમયમાં પ્રગતિના નવા શિખરો સર કરે અને સતત વિકાસના માર્ગે અગ્રેસર રહે તેવી હું પ્રાર્થના કરું છું.”

પીએમ મોદીએ ગુજરાતીઓના સ્વભાવ અને આવડતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “ગુજરાતના નાગરિકો તેમની ગતિશીલતા, અથાગ મહેનત અને ઉદ્યોગ સાહસિકતાને કારણે આજે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતીઓની સાહસિક વૃત્તિએ રાજ્યને દરેક ક્ષેત્રે અવ્વલ બનાવ્યું છે.”

વડાપ્રધાન મોદીએ ગુજરાતને ભારતની વિકાસયાત્રાનું મહત્વનું એન્જિન ગણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ગુજરાત તેના ભવ્ય વારસાને સાચવીને આધુનિક ભારતની પ્રગતિમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપતું રહેશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી શુભકામનાઓ આપી

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કર્યું

 

આ પણ વાંચો: ચૂંટણી ખતમ હવે જનતાનો વારો: 5 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, એક ઝાટકે 261 રુપિયા વધ્યા

Back to top button