કેન્યામાં સ્કૂલની બિલ્ડિંગ પર ક્રેશ થયું વિમાન, 12 લોકોના મૃત્યુની આશંકા

- આ વિમાન માસાઈ મારા નેશનલ રિઝર્વના એક લોકપ્રિય પર્યટન સ્થળ તરફ જઈ રહ્યું હતું, તે સમયે ક્રેશ થયું છે
28 ઓક્ટોબર, 2025, HD ન્યુઝ ડેસ્કઃ આફ્રિકન દેશ કેન્યામાં Kenya મંગળવારે એક મોટી વિમાન દુર્ઘટના Plane crashes બની છે. જ્યાં દેશના દરિયાકાંઠાના વિસ્તાર ક્વાલેમાં એક વિમાન ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન એક સ્કુલની બિલ્ડિંગ પર ક્રેશ થયું છે. આમાં 12 લોકોના મોતની આશંકા છે. કેન્યાના અધિકારીઓએ અકસ્માતની માહિતી આપી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિમાન માસાઈ મારા નેશનલ રિઝર્વના એક લોકપ્રિય પર્યટન સ્થળ તરફ જઈ રહ્યું હતું, તે સમયે ક્રેશ થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત ડાયની એર સ્ટ્રીપથી લગભગ 40 કિમી દૂર એક પહાડી અને જંગલી વિસ્તારમાં થયો હતો. કેન્યા ન્યૂઝ સેન્ટરે ક્વાલે કાઉન્ટીના કમાન્ડરને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માતમાં વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. તેમાં કોઈ જીવિત બચ્યું નથી.
Accident Notification, RRV203, 5YCCA, C208 Diani to Kichwa Tembo crashed in Kwale Simba area at 0530Z, Persins On Board = 12. The Kwale County commander who is on site says the aircraft is completely destroyed and no survivor. pic.twitter.com/auwuWXAoTF
— Kenya News Centre🇰🇪 (@KenyaNewsCentre) October 28, 2025
શોધ અને બચાવ કામગીરી ચાલુ છે
ક્વાલે કાઉન્ટી કમિશનર સ્ટીફન ઓરિન્ડેએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે દુર્ઘટના સ્થળ પર શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે અને વધુ વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે વિમાનમાં 12 લોકો સવાર હતા અને અધિકારીઓ ક્રેશના કારણની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતના નવા ચીફ સેક્રેટરી મનોજ કુમાર દાસ કોણ છે? આ રહી A ટુ Z માહિતી












