ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

પરિણીતિના ઘરે ગૂંજી કિલકારી! પતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી

નવી દિલ્હી: Parneeti Chopra Become Mother: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા માતા બની ગઈ છે. રવિવારના દિવસે અભિનેત્રીએ દિલ્હીમાં એક બાળકને જન્મ આપ્યો છે. આ સારા સમાચાર તેમના પતિ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે.

પરિણીતિ અને રાઘવે લખ્યું: ‘અમારો દીકરો આવી ગયો!’

રાઘવ અને પરિણીતિએ પોતાની પોસ્ટમાં ખુશી વ્યક્ત કરતા લખ્યું: “ફાઇનલી! અમારો દીકરો આવી ગયો! અમને ખરેખર યાદ જ નથી કે આ નાનકડા મહેમાનના આવતા પહેલાં અમારી જિંદગી કેવી હતી! પહેલા અમારી પાસે એકબીજાનો સાથ હતો, હવે અમારી પાસે બધું જ છે. પ્રેમ અને આભારની સાથે, પરિણીતિ અને રાઘવ.”

 

View this post on Instagram

 

A post shared by Raghav Chadha (@raghavchadha88)

આજે સવારે પરિણીતિને હોસ્પિટલમાં કરાયા હતાં દાખલ:

રવિવાર સવારે એવી ખબર સામે આવી હતી કે પરિણીતિને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, ત્યાર બાદ ફેન્સ તેની તબિયતને લઈને ચિંતિત હતા. હવે, જ્યારે આ ખુશખબર સામે આવી છે કે તેમણે એક બેબી બોયને જન્મ આપ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ શરૂ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ ઈશા અંબાણીએ માતાના ઘરેણાં પહેર્યા, નીતા અંબાણીએ શાહી લુકથી પાર્ટીમાં ગ્લેમર વધાર્યું

આ પણ વાંચોઃ 21 દિવસ સુધી ઘઉંની રોટલી ન ખાવાના ફાયદા શું? જાણો સ્વાસ્થ્ય નિષ્ણાતો શું કહે છે

Back to top button