ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન, મિર્ઝાપુરમાં લીધા અંતિમ શ્વાસ

ઉત્તર પ્રદેશઃ 2 ઓક્ટોબર, 2025: Chhannulal Mishra Passes Away: દેશના જાણીતા શાસ્ત્રીય ગાયક અને પદ્મ વિભૂષણથી સન્માનિત પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરૂવારે વહેલી સવારે નિધન થયું છે. 91 વર્ષની વયે તેમણે સવારે 4.15 વાગ્યે મિર્ઝાપુરના રામકૃષ્ણ સેવા મિશન ચિકિત્સાલયમાં અંતિમ શ્વાસ લીધા.

તેમની પુત્રી નમ્રતા મિશ્રાએ આ અંગે જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે પંડિતજીના અંતિમ સંસ્કાર બનારસ (વારાણસી)માં કરવામાં આવશે.

ત્રણ અઠવાડિયા પહેલા આવ્યો હતો માઇનોર એટેક

છન્નુલાલ મિશ્રાને આશરે ત્રણ અઠવાડિયા પહેલા માઇનોર એટેક આવ્યો હતો, જેના કારણે તેમને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ હતી.

  • શરૂઆતમાં તેમને વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) સાથે જોડાયેલી સર સુંદરલાલ હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે ડૉક્ટરોએ તેમની હાલત સ્થિર ગણાવી હતી.
  • જોકે, તેમને હિમોગ્લોબિનની ઉણપ અને બેડ સોર (Bed Sore) ની ફરિયાદ પણ હતી.

BHU માંથી રજા મળ્યા બાદ મિર્ઝાપુર ખસેડાયા

BHU માંથી રજા મળ્યા બાદ મિશ્રાને તેમના ઘર નજીક આવેલા મિર્ઝાપુરના રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે વહેલી સવારે તેમનું નિધન થયું.

પંડિત છન્નુલાલ મિશ્રાના નિધનથી દેશના સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને પદ્મ વિભૂષણ સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ દિવાળી પહેલા ગુરુનું કર્ક રાશિમાં ગોચર, 18 ઓક્ટોબરથી આ લોકોનો ગોલ્ડન સમય

આ પણ વાંચોઃ 2 ઓક્ટોબર, 2025: મેષ રાશિના લોકોએ કોઈપણ વ્યવહારમાં સાવધાની રાખવી જોઈએ

Back to top button