Palak Tiwari Photos: ગુલાબી લહેંગામાં પલક તિવારીનો કિલર લુક, ચાહકો થયા ફિદા
Palak Tiwari Photos : અભિનેત્રી પલક તિવારી પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. હવે તેની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે, જેમાં તે અત્યંત સુંદર અને રોયલ લુકમાં જોવા મળી રહી છે.

પલકે રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પેસ્ટલ પિંક સિલ્વર ટોનનો લહેંગો પહેરીને તસવીરો શેર કરી હતી, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, “બંગડીઓ વગરની પોસ્ટ માટે મજેદાર ગીત.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પલક તિવારીએ લહેંગા સાથે અત્યંત સ્ટાઇલિશ ઓફ-શોલ્ડર કોર્સેટ સ્ટાઇલ બ્લાઉઝ કેરી કર્યું છે. તેનું ટ્રાન્સપરન્ટ ઓફ-શોલ્ડર ફેબ્રિક અને ડ્રેપ્ડ સ્લીવ્ઝ તેના લુકને મોર્ડન અને ગ્લેમરસ બનાવી રહ્યા છે.

આ પણ વાંચો:કાશ્મીરમાં આતંકીઓની નવી મોડસ ઓપરેન્ડી, એડલ્ટ એપ્સ દ્વારા ગુપ્ત વાતચીત
આ સાથે પલકની જ્વેલરી અને મેકઅપની વાત કરીએ તો, કાનમાં લાંબી અને શિમરી ઇયરરિંગ્સ તેના લુકને આકર્ષક બનાવી રહી છે. આ ઉપરાંત અભિનેત્રીએ ગ્લોઇંગ બેઝ, ન્યૂડ-પિંક લિપ્સ, બ્લશ્ડ ચીક્સ અને સોફ્ટ સ્મોકી આઇઝ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

પલકની આ પોસ્ટ પર જોતજોતામાં લાઇક્સનો વરસાદ થઈ ગયો હતો. આ સાથે ફેન્સે પણ ભરપૂર કમેન્ટ્સ કરી હતી. એક ફેને લખ્યું ‘બ્યુટીફુલ’, તો કોઈએ લખ્યું ‘બ્યુટીફુલ એન્જલ’. આ સિવાય કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ અને ફાયર વાળા ઇમોજીનું પૂર આવી ગયું હતું.
આ પણ વાંચો:ગર્ભાવસ્થાની પળોમાં સામંથા, શેર કરી દિલને સ્પર્શી જાય તેવી તસવીરો












