ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટ બહારથી ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઈમરાન ખાનની પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદની કોર્ટે દિલ્હીના LGની અરજી ફગાવી, 21 વર્ષ જૂના કેસમાં થશે ક્રિમિનલ ટ્રાયલ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાની રેન્જર્સે મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા મુસરત ચીમાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે તેઓ ઈમરાન ખાનને ટોર્ચર કરી રહ્યા છે. તેઓ ઈમરાન ખાનને માર મારી રહ્યા છે. પીટીઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં ઈમરાન ખાનના વકીલ ઘાયલ જોવા મળે છે.

આ સમાચાર હમણાં બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે, અમે તેણે વધુ અપડેટ કરી રહ્યા છીએ…….

Back to top button