ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં ઈન્ટરનેશનલ બોર્ડર પરથી પાકિસ્તાની રેન્જર ઝડપાયો, BSFએ કરી કાર્યવાહી

જયપુર: રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બીએસએફે એક પાકિસ્તાની રેન્જરની ધરપકડ કરી છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ જાણકારી આપી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટનાક્રમ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાન રાખતા બંને દેશો વચ્ચે વધતા તણાવની વચ્ચે થયો છે.

BSFના રાજસ્થાન ફ્રન્ટિયર દ્વારા પાકિસ્તાની રેન્જરની અટકાયત કરવામાં આવી છે. અગાઉ, BSF જવાન પૂર્ણમ કુમાર શોને 23 એપ્રિલના રોજ પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાન રેન્જર્સ દ્વારા પકડવામાં આવ્યો હતો અને ભારતીય દળોના ભારે વિરોધ છતાં તેમણે તેમને સોંપવાનો ઇનકાર કર્યો હતો.

પશ્ચિમ બંગાળના હુગલીમાં પાકિસ્તાની મહિલાની ધરપકડ

પશ્ચિમ બંગાળના હુગલીમાં એક પાકિસ્તાની મહિલાની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર પણ છે. આ ધરપકડ પણ શનિવારે થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ફાતિમા બીબી 1980માં ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી અને 45 વર્ષથી વધુ સમયથી ચંદનનગરના કુથિરમઠ વિસ્તારમાં રહેતી હતી.

ફાતિમાના પતિનું નામ મુઝફ્ફર મલિક છે, જે ભારતીય નાગરિક છે. ફાતિમાના પતિનું કહેવું છે કે તેમની પત્નીએ ભારતીય નાગરિકતા માટે ઘણી વખત અરજી કરી હતી, પરંતુ તે મંજૂર થઈ ન હતી.

હવે ફાતિમાની મુશ્કેલીઓ વધી ગઈ છે અને તેના પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જોકે, ફાતિમાની પુત્રીનો દાવો છે કે તેમની માતા પાસે ભારતીય આધાર અને પાન કાર્ડ છે.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક વલણ અપનાવી રહ્યું છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધાં છે અને પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાના આદેશો જારી કર્યા છે. હવે પાકિસ્તાન પર ભારતનું દબાણ વધી રહ્યું છે.

આ પણ વાંચો: 128 વર્ષના યોગ ગુરુ સ્વામી શિવાનંદ બાબાનું નિધન, વારાણસીમાં લીધા અંતિમ શ્વાસ

Back to top button