પહેલગામ ઈફેક્ટઃ ભારતના એક પછી એક હુમલા ચાલુ, જાણો હવે શું કર્યું મોદી સરકારે?

નવી દિલ્હી, 5 મે 2025: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. સૌ પ્રથમ, ભારતે સિંધુ જળ સંધિનો અંત લાવ્યો અને પાકિસ્તાન જતું સિંધુ નદીનું પાણી બંધ કરી દીધું. હવે ભારતે ચિનાબ નદીનું પાણી પણ રોકી દીધું છે. ભારતે ચિનાબ નદી પરના બગલીહાર ડેમ અને સલાલ ડેમ બંધ કરી દીધા છે. સલાલ બંધના તમામ દરવાજા બંધ કરી દેવાથી રિયાસી જિલ્લામાં પાણીના સ્તરમાં તીવ્ર ઘટાડો થયો છે. આને સરહદ પારની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યું છે.
#WATCH | Jammu and Kashmir: Latest visuals from Reasi, where all gates of Salal Dam on Chenab River are closed. pic.twitter.com/rqaimJ0mq6
— ANI (@ANI) May 5, 2025
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધ સતત કાર્યવાહી થઈ રહી છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોકના નિર્ણય હેઠળ પાકિસ્તાન જતી ચિનાબ નદીના પાણી રોકી દીધા બાદ હવે ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના દરવાજા બંધ કર્યા છે. જેથી રિયાસી જિલ્લામાં ચીનબ નદીનું પણી જળસ્તર ઘટ્યું છે. ચિનાબ નદી અનેક સ્થળે સુકાઈ ગઈ છે. આ પહેલા ભારતે ચિનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કરી દીધો હતો. તે જ સમયે, ભારત હવે ઝેલમ નદી પર બનેલા કિશનગંગા બંધ પર પણ આવી જ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
સલાલ ડેમ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બનેલો છે. આ બંધ ચિનાબ નદી પર બનેલો છે. તે જ સમયે, ભારતે સલાલ ડેમના તમામ દરવાજા બંધ કરી દીધા છે. સલાલ ડેમના તમામ દરવાજા બંધ કર્યા પછી, રિયાસી જિલ્લામાં ચિનાબ નદીના પાણીના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ કાર્યવાહી બાદ ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ સાઈટ X પર એક પોસ્ટમાં પીએમ નરેન્દ્ર મોદીની કાર્યવાહીની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું, ‘ભારતના હિતમાં કઠિન નિર્ણયો લેવા માટે રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે અને વડા પ્રધાન મોદીએ તેમના કાર્યો દ્વારા આ દર્શાવ્યું છે.’ આ મોદીનો મજબૂત સિદ્ધાંત છે, જે આતંકવાદ સામેની લડાઈમાં મક્કમ અને અડગ છે. આપણા નાગરિકોનું પાણી અને લોહી એકસાથે વહી ન શકે. આ સ્પષ્ટ હોવું જોઈએ.
આ પણ વાંચો..પાકિસ્તાન સાથેના વિવાદ વચ્ચે મોટા સમાચાર, સંરક્ષણ સચિવે પીએમ મોદી સાથે મુલાકાત કરી












