ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

બ્રહ્મસમાજના આક્રોશ બાદ કથાકાર રાજુગીરીએ માગી માફી, જુઓ વીડિયો

અમદાવાદ, 19 જુલાઈ 2025: Rajugiri apologize શિવકથાકાર રાજુગીરી ગોસ્વામીએ ઉપવાસને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે સમાજમાં ચર્ચાઓ શરૂ થઈ છે. તેમણે જણાવ્યું કે, “બ્રાહ્મણોએ ઉપવાસના મુદ્દે સમાજને ઉંઘા ચશ્મા પહેરાવ્યા છે.” રાજુગીરી ગોસ્વામીએ દાવો કર્યો કે શિવપુરાણમાં ઉલ્લેખ છે કે 16 વર્ષ પહેલાં ઉપવાસ કરવાની પ્રથા નહોતી અને ખાસ કરીને 8થી 10 વર્ષની નાની દીકરીઓને ઉપવાસ કરાવવો એ મોટું પાપ છે.
જોકે, આ મુદ્દે વિવાદ વધ્યા બાદ અને બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ રીતે આક્રોશ વ્યક્ત કર્યા બાદ તથા પુરાવા રજૂ કરવામાં આવ્યા બાદ કથાકારે વીડિયો જારી કરીને માફી માગી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, “શિવપુરાણમાં આ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે 16 વર્ષ સુધી કોઈને શનિની સાડાસાતી નડતી નથી, અને નાની દીકરીઓને ઉપવાસ કરાવવો ધાર્મિક દૃષ્ટિએ ખોટું છે.” આ નિવેદનથી સમાજના અમુક વર્ગોમાં નારાજગી જોવા મળી છે, જ્યારે કેટલાક લોકોએ તેમના વિચારોનું સમર્થન પણ કર્યું છે.
આ નિવેદન અંગે ધાર્મિક વિદ્વાનો અને સમાજના અગ્રણીઓમાં ચર્ચા શરૂ થઈ છે. કેટલાકે રાજુગીરીના આ નિવેદનને શાસ્ત્રોનું ખોટું અર્થઘટન ગણાવ્યું છે, જ્યારે અન્ય લોકો તેને બાળકોના સ્વાસ્થ્ય અને ધાર્મિક પ્રથાઓ પર નવી ચર્ચાની શરૂઆત તરીકે જુએ છે.
જોકે, વિવાદ વકર્યા બાદ અને રાજ્યના બ્રહ્મસમાજ દ્વારા પુરાવા રજૂ કરવામાં આવ્યા બાદ કથાકાર રાજુગીરીએ વીડિયો જારી કરીને માફી માગી હતી. તેમના કહેવા મુજબ તેમનો ઈરાદો સમગ્ર બ્રહ્મ સમાજને બદનામ કરવાનો નહોતો. છતાં સૌની લાગણી દુભાઈ છે તેથી માફી માગું છું. જુઓ અહીં વીડિયો…
Back to top button