ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

ગીર બાદ ગીરનારમાં દિલજીત દોસાંઝે કર્યા હનુમાનજીનાં દર્શન

Diljit Dosanjh visits Girnar: આગામી 21 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા મેગા લાઈવ કોન્સર્ટ પહેલાં ગ્લોબલ પંજાબી સિંગર દિલજીત દોસાંઝ ગુજરાતના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે. ગઈકાલે ગીરના જંગલમાં એશિયાટિક સિંહોના દર્શન કર્યા બાદ આજે 18 નવેમ્બરે દિલજીતે જૂનાગઢ સ્થિત પૌરાણિક ગીરનાર પર્વત અને હનુમાનજી મંદિરની મુલાકાત લઈને આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતી આતિથ્ય, સંસ્કૃતિ અને ખાસ કરીને ભોજનમાં પહેલાં મીઠાઈ ખાવાની પરંપરાની દિલ ખોલીને પ્રશંસા કરી હતી.

Image

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

સુરક્ષા કારણોસર રોપ-વે મારફતે ગીરનારની સફર

ગીર નેશનલ પાર્કમાં વન્યજીવન અને કુદરતી સૌંદર્ય નિહાળીને અભિભૂત થયેલા દિલજીતે આજે પોતાની ટીમ સાથે જૂનાગઢના હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. હિમાલય કરતાં પણ પ્રાચીન ગણાતા ગીરનાર પર્વત પર જવાની તેમની અગાઉની ઈચ્છા આજે પૂર્ણ થઈ હતી, જોકે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમને રોપ-વે મારફતે ઉપર લઈ જવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન દિલજીતે જણાવ્યું હતું કે,

“મને ગુજરાત પ્રત્યે ખૂબ પ્રેમ છે અને અહીંનું સ્વાદિષ્ટ ભોજન લાજવાબ છે. ગુજરાતી ભોજનમાં સૌપ્રથમ ગળ્યું (મીઠાઈ) ખાવાની પરંપરા આયુર્વેદિક દૃષ્ટિએ પણ અત્યંત ફાયદાકારક છે, જે મને ખૂબ ગમી.”

Diljit Dosanjh offers prayers at the Girnar Parvat during his stay in  Gujarat - Bilkul Online

‘મજા કરો, પરંતુ જવાબદારી સાથે’

બીજી તરફ, 21મી તારીખે યોજાનારા કોન્સર્ટમાં ઉમટનારી હજારો ચાહકોની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે અનોખી જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરી છે. પોલીસે દિલજીતના ગીતોની સ્ટાઈલમાં રમૂજી બેનરો તૈયાર કર્યા છે, જેમાં ‘મજા કરો, પરંતુ જવાબદારી સાથે’ના સંદેશ સાથે ટ્રાફિક નિયમો પાળવા અપીલ કરાઈ છે. બેનરોમાં રમૂજી અંદાજમાં લખાયું છે કે, જો નિયમો તોડશો તો ઘરે ઈ-ચલણ આવશે અને ત્યારે દિલજીત પણ કહેશે કે— ‘અમદાવાદ ટ્રાફિક પોલીસ આવી ગઈ!’

આ પણ વાંચો: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે દિવાળીમાં નવો રેકોર્ડ, 38 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાયર વિભાગનું સઘન ચેકિંગ, કોન્સર્ટ ટુરિઝમને વેગ

કોન્સર્ટના સુચારુ અને સુરક્ષિત આયોજન માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્ટેડિયમમાં ઈમરજન્સી એસેમ્બલી પોઈન્ટ્સ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને ફાયર ટેન્કરોની તૈનાતી અંગેનો સંપૂર્ણ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે ઇન્દોર બાદ હવે અમદાવાદમાં યોજાનારા આ શોને લઈને યુવાધનમાં જબરદસ્ત ક્રેઝ છે, અને દિલજીતની આ મુલાકાતથી ગુજરાતના ‘કોન્સર્ટ ટુરિઝમ’ની સાથે વન્યજીવન અને ધાર્મિક પ્રવાસનને પણ વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે.

આ પણ વાંચો:અર્શદીપ સિંહે રચ્યો નવો રેકોર્ડ, વનડે રેન્કિંગમાં ટોપ-20માં સ્થાન મેળવ્યું

Back to top button