NASAના વોયેજર-1એ રચ્યો ઇતિહાસ, પૃથ્વીથી 1 લાઇટ ડે એટલે કે 25.9 અબજ કિમી દૂર પહોંચ્યું
NASA Voyager 1: અમેરિકન સ્પેસ એજન્સી NASAના વોયેજર-1 (Voyager 1) અંતરિક્ષયાને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ યાન પૃથ્વીથી 1 લાઇટ ડે એટલે કે એક પ્રકાશ દિવસનું અંતર કાપનાર પ્રથમ માનવસર્જિત અંતરિક્ષયાન બન્યું છે. આ અંતર આશરે 25.9 અબજ કિલોમીટર જેટલું થાય છે. NASAએ આ અંતરિક્ષયાનને 5 સપ્ટેમ્બર, 1977ના રોજ લોન્ચ કર્યું હતું. આજે એટલે કે 18 નવેમ્બર, 2026ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 3:46 વાગ્યે વોયેજર-1એ આ ઐતિહાસિક અંતર પાર કર્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વોયેજર-1ની ઐતિહાસિક સફર
NASAએ વોયેજર-1ને 5 સપ્ટેમ્બર, 1977ના રોજ ટાઇટન IIIE-સેન્ટોર રોકેટની મદદથી લોન્ચ કર્યું હતું. શરૂઆતમાં આ અંતરિક્ષયાનને પાંચ વર્ષના ગ્રહ સંબંધી મિશન માટે મોકલવામાં આવ્યું હતું.
-
5 માર્ચ, 1979: વોયેજર-1 ગુરુ (Jupiter) ગ્રહની નજીક પહોંચ્યું હતું. તે સમયે પૃથ્વીથી તેનું અંતર આશરે 78 કરોડ કિલોમીટર હતું.
-
12 નવેમ્બર, 1980: આ યાને શનિ (Saturn) ગ્રહની નજીક પહોંચીને મહત્વપૂર્ણ અભ્યાસ કર્યો હતો.
-
25 ઓગસ્ટ, 2012: વોયેજર-1 પૃથ્વીથી આશરે 18.2 અબજ કિલોમીટરનું અંતર કાપીને હેલિયોપોઝ (Heliopause) સુધી પહોંચ્યું હતું.
-
18 નવેમ્બર, 2026: અંતરિક્ષયાને પૃથ્વીથી 25.9 અબજ કિલોમીટરનું અંતર કાપીને એક લાઇટ ડેની ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.
વોયેજર-1ના મહત્ત્વના મિશન
NASAના આ અંતરિક્ષયાને ગુરુ અને શનિ ગ્રહો તેમજ તેમના ચંદ્રોની તસવીરો અને અનેક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક આંકડાઓ પૃથ્વી પર મોકલ્યા છે. આ માહિતીના આધારે વૈજ્ઞાનિકોને આ ગ્રહો અને તેમના ઉપગ્રહો વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં મદદ મળી છે. વોયેજર-1ની મદદથી NASA શનિના ચંદ્ર ટાઇટનના વાતાવરણનો અભ્યાસ કરવામાં પણ સફળ રહ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ટાઇટનના વાતાવરણમાં લગભગ 90 ટકા નાઇટ્રોજન ગેસ રહેલો છે. હાલમાં વોયેજર-1 સૂર્યના પ્રભાવ ક્ષેત્ર એટલે કે હેલિયોસ્ફિયરની બહાર નીકળી ચૂક્યું છે અને તારાઓ વચ્ચેના અવકાશ એટલે કે ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પોતાની સફર ચાલુ રાખી રહ્યું છે.
No other traveler has ever journeyed so far from home.
Voyager 1 is about to become the first human-made object to reach a distance of one light-day from Earth, or about 16 billion miles. ½ https://t.co/uETo8DHUF1
— NASA Solar System (@NASASolarSystem) November 10, 2026
આ પણ વાંચો:અર્શદીપ સિંહે રચ્યો નવો રેકોર્ડ, વનડે રેન્કિંગમાં ટોપ-20માં સ્થાન મેળવ્યું
વોયેજર-1ની ખાસિયતો જાણો
NASAની સત્તાવાર વેબસાઇટ અનુસાર, વોયેજર-1નું વજન આશરે 721.9 કિલોગ્રામ છે. આ અંતરિક્ષયાનમાં ત્રણ મલ્ટી-હન્ડ્રેડ વોટ રેડિયો આઇસોટોપ થર્મોઇલેક્ટ્રિક જનરેટર (RTG) લગાવવામાં આવ્યા છે, જે તેને વીજળી પૂરી પાડે છે. આ અંતરિક્ષયાનને અવકાશમાં મોકલવા માટે NASAએ ટાઇટન IIIE-સેન્ટોર રોકેટનો ઉપયોગ કર્યો હતો. વોયેજર-1માં અનેક આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો લગાવવામાં આવ્યાં છે, જે અંતરિક્ષમાંથી વિવિધ પ્રકારના ડેટા એકત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં મુખ્યત્વે નીચેના ઉપકરણોનો સમાવેશ થાય છે:
-
ઇમેજિંગ સાયન્સ સિસ્ટમ (ISS)
-
અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોમીટર (UVS)
-
ઇન્ફ્રારેડ ઇન્ટરફેરોમીટર સ્પેક્ટ્રોમીટર (IRIS)
-
પ્લેનેટરી રેડિયો એસ્ટ્રોનોમી એક્સપેરિમેન્ટ (PRA)
-
ફોટોપોલારિમીટર (PPS)
-
કોસ્મિક રે ટેલિસ્કોપ (CRS)
-
રેડિયો સાયન્સ સિસ્ટમ (RSS)
-
લો એનર્જી ચાર્જ્ડ પાર્ટિકલ્સ એક્સપેરિમેન્ટ (LECP)
-
પ્લાઝ્મા વેવ્સ એક્સપેરિમેન્ટ (PWS)
-
પ્લાઝ્મા સ્પેક્ટ્રોમીટર (PLS)
-
ટ્રાઇએક્સિયલ ફ્લક્સગેટ મેગ્નેટોમીટર (MAG)
આ તમામ વૈજ્ઞાનિક ઉપકરણોની મદદથી વોયેજર-1 અંતરિક્ષના વાતાવરણ, કણો, ચુંબકીય ક્ષેત્ર અને અન્ય મહત્ત્વપૂર્ણ બાબતો અંગે ડેટા એકત્રિત કરી રહ્યું છે.












