ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે દિવાળીમાં નવો રેકોર્ડ, 38 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
Gujarat: દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન ગુજરાતના પવિત્ર યાત્રાધામો તેમજ ઐતિહાસિક પ્રવાસન સ્થળો દેશ-વિદેશના સહેલાણીઓ માટે પ્રથમ પસંદગીના ડેસ્ટિનેશન બનીને ઊભર્યા છે. રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નડાબેટ સહિતના 8 પ્રમુખ ધાર્મિક અને પર્યટન સ્થળો પર 38 લાખથી વધુ સ્થાનિક તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લઈને પ્રવાસન ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પ્રવાસીલક્ષી આધુનિક સુવિધાઓના પગલે પ્રવાસન વિભાગની મોટી સિદ્ધિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યાત્રાધામો અને પર્યટન સ્થળો પર વિકસાવવામાં આવેલી અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપનને કારણે આ અભૂતપૂર્વ સફળતા હાંસલ થઈ છે. ગત વર્ષ 2025ના દિવાળીના 9 દિવસના સમયગાળાની તુલનામાં ચાલુ વર્ષે 6 થી 14 નવેમ્બર, 2026 દરમિયાન મુલાકાતીઓના પ્રવાહમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાઈ છે.
કયા પ્રવાસન સ્થળે કેટલા પ્રવાસીઓ ઉમટ્યા? (વૃદ્ધિના આંકડા)
રાજ્યના આઠ મુખ્ય સ્થળો પર નોંધાયેલા પ્રવાસીઓના આંકડા મુજબ સૌથી વધુ 128.8 ટકાનો ઉછાળો યાત્રાધામ દ્વારકામાં જોવા મળ્યો છે:
-
યાત્રાધામ દ્વારકા: 9.75 લાખથી વધુ શ્રદ્ધાળુઓ (+128.8 ટકાનો વધારો)
-
નડાબેટ (સીમા દર્શન): 37,000 થી વધુ મુલાકાતીઓ (+54.1 ટકાનો વધારો)
-
અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે: 11.95 લાખથી વધુ ભક્તો (+48.9 ટકાનો વધારો)
-
સોમનાથ મંદિર: 9.12 લાખથી વધુ દર્શનાર્થીઓ (+43.9 ટકાનો વધારો)
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર): 5.57 લાખથી વધુ પ્રવાસીઓ (+32.35 ટકાનો વધારો)
-
ગિરનાર રોપ-વે (જૂનાગઢ): 48,800 થી વધુ સહેલાણીઓ (+25.3 ટકાનો વધારો)
-
વડનગર: 62,000 થી વધુ મુલાકાતીઓ
-
સ્મૃતિવન મેમોરિયલ (ભુજ): 25,000 થી વધુ મુલાકાતીઓ
આ પણ વાંચો:અર્શદીપ સિંહે રચ્યો નવો રેકોર્ડ, વનડે રેન્કિંગમાં ટોપ-20માં સ્થાન મેળવ્યું
રાજ્ય સરકારના સતત પ્રયાસો અને પ્રવાસીલક્ષી સુવિધાઓના વિસ્તરણને પગલે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળ્યો છે, જેનાથી સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને પણ નોંધપાત્ર ફાયદો થયો છે.
રોડ-રેલ કનેક્ટિવિટી અને ‘સર્કિટ ટુરિઝમ’નો સીધો ફાયદો
પ્રવાસન નિષ્ણાતોના મતે, ગુજરાતમાં બનેલા શ્રેષ્ઠ હાઈવે નેટવર્ક, વંદે ભારત જેવી સુપરફાસ્ટ ટ્રેનો અને ‘ધાર્મિક-હેરિટેજ સર્કિટ ટુરિઝમ’ના કારણે પ્રવાસીઓ એકસાથે બહુવિધ સ્થળોની મુલાકાત લેતા થયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સર્કિટમાં સોમનાથ, દ્વારકા, ગિરનાર અને દીવ એકસાથે ફરવાનો ક્રેઝ વધ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં અંબાજી, વડનગર અને નડાબેટ સીમા દર્શન પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.
સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીને મળ્યો મોટો વેગ
રાજ્ય સરકારના સતત પ્રયાસો અને પ્રવાસીલક્ષી સુવિધાઓના વિસ્તરણને પગલે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળ્યો છે. આ ઐતિહાસિક ફૂટફોલને કારણે હોટેલ-રિસોર્ટ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટેશન, સ્થાનિક હસ્તકલા બજારો, પ્રસાદ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો પરિવારોની આવક અને સ્થાનિક રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે.












