ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવે પૈસાથી ઓનલાઇન ગેમ રમનાર કે તેની જાહેરાત કરનારને થશે જેલ…! લોકસભામાં પસાર થયું નવું બિલ

નવી દિલ્હીઃ 20 ઓગસ્ટ, 2025: Online Gaming Bill: સરકારે ઓનલાઇન ગેમિંગને રેગ્યુલેટ કરવા માટેનું મહત્ત્વનું બિલ લોકસભામાંથી પસાર કર્યું છે. તેનો હેતુ ઓનલાઇન મની ગેમ્સ અને સટ્ટાબાજી કરનાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો અને ઈ-સ્પોર્ટ્સ તેમજ સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવાનો છે. એક અનુમાન અનુસાર, દર વર્ષે આશરે 45 કરોડ લોકો આ ઓનલાઇન મની ગેમ્સના ચક્કરમાં ફસાઇને 20 હજાર કરોડથી વધુની રકમ ગુમાવી દે છે.

સરકાર કેમ લાવી આ બિલ?

કેન્દ્ર સરકાર ઓનલાઇન ગેમિંગથી લોકોને થઈ રહેલી નાણાંકીય અને સામાજિક નુકસાન રોકવા માટે આ બિલ લાવી છે. તેનું નામ પ્રમોશનઅને રેગ્યુલેશન ઑફ ઓનલાઇન ગેમિંગ બિલ, 2025 છે. સરકારી અંદાજ અનુસાર, દર વર્ષે આશરે 45 કરોડ લોકો ઓનલાઇન મની ગેમ્સની ઝાળમાં ફસાઈને નુકસાન વેઠે છે. આ ગેમ્સથી ફક્ત નાણાંકીય નુકસાન જ નહીં પરંતુ સામાજિક સંકટ પણ ઊભું થાય છે.

સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ગેમ્સના કારણે સામાન્ય લોકોને દર વર્ષે 20 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. તેની લતના કારમે સેંકડો પરિવાર આર્થિક રૂપે બર્બાદ થઈ જાય છે અને ઘણાં તો આત્મહત્યા અને હિંસા જેવા ગંભીર પગલાં પણ ઉઠાવે છે.

ઓનલાઇન ગેમિંગ બિલના 3 મુખ્ય ભાગ

  • ઈ-સ્પોર્ટ્સઃ આ બિલ દ્વારા ઈ-સ્પોર્ટ્સને પહેલીવાર કાયદાકીય માન્યતા આપવામાં આવી રહી છે. અત્યાર સુધી દેશમાં ઓનલાઇન સ્પોર્ટ્સ ગેમ્સનો કોઈ કાનૂની આધાર નહતો.
  • ઓનલાઇન સોશિયલ ગેમ્સઃ સરકારે ઓનલાઇન સોશિયલ ગેમ્સને કાયદાકીય માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગેમ્સ સામાન્ય લોકો માટે એજ્યુકેશનના કામ આવે છે.
  • ઓનલાઇન મની ગેમ્સઃ આવી ઓનલાઇન ગેમ, જેમાં પૈસાની લેતીદેતી હોય છે, તેના પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ છે. આ ગેમ્સને પ્રમોટ કરનારી અને આવી ગેમિંગ સર્વિસ આપનારી કંપનીઓ પર પણ કડક કાર્યવાહીની જોગવાઈ છે. ઓનલાઇન ગેમ્સનો પ્રચાર કરનારા આને ફન્ડ ટ્રાન્સફર કરનારા પર પણ ગાળિયો કસવામાં આવશે.

નિયમ તોડવા પર કેટલી સજા થશે?

  • ઓનલાઇન મની ગેમિંગ સર્વિસ આપનારને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
  • ઓમલાઇન મની ગેમ્સની જાહેરાત કરનારને બે વર્ષ સુધીની જેલ અથવા 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકશે.
  • જો કોઈ વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેની સજા વધારીને પાંચ વર્ષ સુધી થઈ શકશે અને દંડ પણ વધશે.

ઑલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન (AIGF) ચીફ એગ્ઝિક્યુટિવ રોલેન્ડ લેન્ડર્સ અનુસાર, આ સેક્ટર હવે 2 અબજ રૂપિયા સુધી વધી ગયું છે. નાણાંકીય વર્ષ 2025માં આ સેક્ટરને 31 હજાર કરોડ રૂપિયાનું રેવન્યુ હાંસલ કર્યું હતું અને 20 હજાર કરોડ રૂપિયાના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ટેક્સની ચૂકવણી કરવાની રહેશે.

લેન્ડર્સ અનુસાર, ગત નાણાંકીય વર્ષ સુઘી ભારતમાં 50 કરોડથી વધુ લોકોએ ઓનલાઇન ગેમિંગ સર્વિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે, આ બિલ કાયદો બની જતા 400થી વધુ કંપની બંધ થઈ શકે છે અને બે લાખથી વધુ નોકરીઓ ખત્મ થઈ જશે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં મેઘરાજાનો તાંડવ: ભારે વરસાદથી આવ્યું પૂર, જાણો શું થયું બંધ

આ પણ વાંચોઃ Google પર વધુ પડતો વિશ્વાસ આપી શકે છે આફતને આમંત્રણ!, જાણો શું છે ઘટના

Back to top button