હવાઇ ટિકીટમાં હવે અંતિમ સમયમાં પણ મળશે 80 ટકા રિફંડ, મેડીકલ ઇમર્જન્સીમાં પૂરું રિફંડ

નવી દિલ્હી, 24 નવેમ્બર, 2025: નાગરિક ઉડ્ડયન ડિરેક્ટોરેટે (DGCA)હવાઇ ભાડાના રિફંડ સાથે સંકળાયેલા નિયમોમાં મોટા ફેરફારનો પ્રસ્તાવ મુક્યો છે. નવી ડ્રાફ્ટ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યુ છે કે જો કોઇ મુસાફરને મેડીકલ ઇમર્જન્સીને કારણે ટિક્ટી રદ કરાવવી પડે તો એરલાઇનને પૂરા પૈસા પરત કરવા પડશે અથવા તો ક્રેડિટ નોટ આપવી પડશે. ટ્રાવેલ એજન્ટ દ્વારા ખરીદવામાં આવેલી ટિકીટનું રિફંડનું પણ હવે સીધી એરલાઇનની જવાબદારી બનશે. એટલે કે એરલાઇન પોર્ટલ કે એજન્ટ પાસેથી ખરીજવામાં આવેલી ટિકીટના કિસ્સામા પણ મુસાફરોને એરલાઇન જ રિફંડ આપશે. તેના માટે 21 કામકાજના દિવસોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ડ્રાફ્ટ નિયમો પર હિસ્સાધારકોના સુચન 30 નવેમ્બર 2025 સુધી મંગાવવામાં આવ્યા છે.
ટિકિટ બદલવાનો સમય લંબાવ્યો
DGCAએ વધુ છૂટછાટનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં મુસાફરોને 48 કલાકની અંદર મફત ટિકિટ બદલવાની મંજૂરી આપવામાં આવી છે, જો કે તે સ્થાનિક ફ્લાઇટ્સ માટે પ્રસ્થાનના ઓછામાં ઓછા પાંચ દિવસ પહેલા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે પ્રસ્થાનના 15 દિવસ પહેલા કરવામાં આવેલી હોવી જોઇએ. અગાઉ, આ સુવિધા બધી ફ્લાઇટ્સ માટે 24 કલાક અને સાત દિવસ સુધી મર્યાદિત હતી.
વ્હીલચેર અને સુવિધા નિયમોમાં ફેરફાર
DGCAએ અપંગ મુસાફરો માટે મુસાફરીના ધોરણો પણ અપડેટ કર્યા છે. હવે અપંગ મુસાફરો માટે વ્હીલચેર પ્રાથમિકતા રહેશે. વ્હીલચેરનો ઉપયોગ કરતા સક્ષમ શારીરિક મુસાફરોએ ફી ચૂકવવી પડશે. એરપોર્ટને એમ્બ્યુલિફ્ટ, એરોબ્રિજ અથવા ટોવેબલ રેમ્પ પ્રદાન કરવા ફરજિયાત છે. જ્યાં આ ઉપલબ્ધ નથી, ત્યાં છેલ્લા ઉપાય તરીકે સ્ટેપ-સીડીની મંજૂરી છે – જોકે આની અપંગતા અધિકાર જૂથો દ્વારા ટીકા થઈ છે. એરપોર્ટે સ્પષ્ટ સંકેતો, અલગ ડ્રોપ-ઓફ ઝોન અને અપંગ મુસાફરો માટે પૂરતો સ્ટાફ સુનિશ્ચિત કરવો જોઈએ. જરૂર પડ્યે મુસાફરોને ડિજિટલ નકશા પ્રદાન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
એર ટિકિટમાં વીમો ઉમેરવાની તૈયારીઓ
સરકાર એર ટિકિટમાં બિલ્ટ-ઇન વીમો ઉમેરવાની તૈયારી કરી રહી છે, જેનાથી ફ્લાઇટના થોડા કલાકો પહેલા ટિકિટ રદ કરવામાં આવે તો પણ 80% સુધી રિફંડ મળશે. આ સંપૂર્ણ કવરેજ મુસાફરોને કોઈ વધારાના ખર્ચ વિના પૂરું પાડવામાં આવશે; પ્રીમિયમ એરલાઇન્સ અને વીમા કંપનીઓ વચ્ચે ભાગીદારી દ્વારા ચૂકવવામાં આવશે. હાલમાં, ફ્લાઇટના ત્રણ કલાકની અંદર રદ કરવાને નો-શો ગણવામાં આવે છે અને કોઈ રિફંડ ઉપલબ્ધ નથી. જો તબીબી કટોકટી સાબિત થાય તો એરલાઇન્સ ક્યારેક રિફંડ આપે છે, પરંતુ આ સંપૂર્ણપણે તેમના વિવેકબુદ્ધિ પર છે.
આ પણ વાંચોઃ ભારતીય ઇક્વિટીમાં સુધારાતરફી વલણ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઊંચા ખુલ્યા












