ટ્રેન્ડિંગનેશનલ

‘આટલું ભાવુક થવાની જરૂર નથી…’ અશોક ચક્રની કઈ ડિમાન્ડ પર બોલ્યા CJI સૂર્યકાંત

CJI Suryakant: સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાષ્ટ્રીય ધ્વજ પર અશોક ચક્રના પ્રદર્શન અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ મામલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની ખંડપીઠે અરજદારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવા વિષયો પર અતિશય ભાવુક થવાને બદલે સમાજ માટે કંઈક રચનાત્મક કાર્ય કરવું જોઈએ.

તમારો વિચાર સારો છે પણ નિર્ણય અધિકારીઓ લેશે: CJI

CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે કોર્ટમાં હાજર અરજીકર્તાને ઉદ્દેશીને કહ્યું કે, “આ બાબતોમાં આટલા ભાવુક થવાની જરૂર નથી. તમારો વિચાર સારો છે અને તમે સંબંધિત સત્તાધિકારીઓને આ અંગે જાણ કરી દીધી છે. હવે તે અધિકારીઓ પર નિર્ભર છે કે તેઓ આ દિશામાં શું પગલાં લેવા માંગે છે.”

વારાણસીના અશોક ચક્રનો અપાયો સંદર્ભ

સુનાવણી દરમિયાન અરજદારે વારાણસીના એક સર્કલ (ચોક) પર સ્થાપિત અશોક ચક્રની તસવીર રજૂ કરી હતી. તેમણે એવી દલીલ કરી હતી કે અશોક ચક્રના યોગ્ય પ્રદર્શન માટે ચોક્કસ ગાઈડલાઈન્સ હોવી જોઈએ. અરજીકર્તાએ એક બાળકની વાત ટાંકીને કહ્યું હતું કે અશોક ચક્ર બંદર (વાંદરા) જેવું દેખાય છે, જેના પર સીજેઆઈએ દુઃખ વ્યક્ત કર્યું હતું પરંતુ કાનૂની દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

અધિકારીઓનું કામ તેમને કરવા દો

સીજેઆઈ સૂર્યકાંતે ટકોર કરતા કહ્યું કે, “અધિકારીઓનું કામ છે કે તેઓ અશોક ચક્રને કેવી રીતે બનાવવા માંગે છે. તમે સમાજ માટે કોઈ પોઝિટિવ અને રચનાત્મક કામ કરો.” આ ટિપ્પણી સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે નિર્દેશ આપવાની માંગ ફગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ બંગાળ SIR મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: જેમની અપીલ મંજૂર, તેઓ આપી શકશે મત

આ પણ વાંચોઃ સુરત ઝેરકાંડ: શાલીગ્રામ સ્ટેટ્સમાં પાડોશીએ જ લાડુમાં ઝેર ભેળવ્યું, કારણ જાણીને ચોંકી જશો!

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button