અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

આયુર્વેદિક દવાના બહાને છેતરતી નાઇજીરિયન ગેંગ ઝડપાઈ

અમદાવાદ, તા. 12 નવેમ્બર, 2025: મેલેરિયા, ડેન્ગ્યુની હોમિયોપથી દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતું યુપેટોરિયમ લિક્વિડ આફ્રિકામાં સપ્લાય કરીને ડબલ રૂપિયા કમાવવાની લાલચ આપી. 32.75 લાખ પડાવનાર નાઈજિરિયન, નેપાળના દંપતી સહિત 6ની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. પકડાવેલા આરોપીઓમાં મુંબઈનો સલીમ અનવરુદ્દીન શેખ જાતે જ નાઇજિરિયન ગેંગના સંપર્કમાં રહીને પૈસા ટ્રાન્સફર કરતો હતો.

ધોરણ 6 પાસ સલીમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ તામિલનાડુ, પંજાબ, મહારાષ્ટ્ર કેરળ, કર્ણાટક, પંજાબ સહિતનાં રાજ્યોનાં લોકોને નોકરી અપાવવાના બહાને મુંબઈ લાવતા હતા અને તેમને મકાનમાં રાખી તેમના નામે ડમી કંપની શરૂ કરી કંપનીના નામે કરન્ટ તેમ જ સેવિંગ એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યાર બાદ સાઈબર ફ્રોડના પૈસા તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઉપાડીને નાઇજિરિયનને આપી દેતા હતા.

સલીમે છેલ્લાં 10 વર્ષમાં 1 હજારથી વધુ બેંક એકાઉન્ટ ખોલાવીને રૂ.100 કરોડ નાઇજિરિયા ટ્રાન્સફર કર્યા હતા. આરોપી કંપનીના ઇમેઇલ હેક કરીને સંપર્ક કરતા હતા તથા યુવતીના નામની ડમી પ્રોફાઈલ બનાવી તકલીફમાં હોવાનું કહી પૈસા પડાવતા હતા. આરોપીઓ પાસેથી 14 ફોન. 7 સીમ કાર્ડ અને 33 ડેબિટ કાર્ડ મળ્યાં છે, જેમાંથી જુદી જુદી કંપનીના નામના તેમ જ સેવિંગ્સ મળીને 120 બેંક એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ ખાર્તામાં ફોડના રૂ.5.50 કરોડ ટ્રાન્સફર થયા હતા.

આરોપી મડુકોર સ્ટેવ ઉડોચી વિઝા પૂરા થયા બાદ ત્રણ વર્ષથી ગેરકાયદે રહેતો હતો. તે 12 વર્ષથી ભારતમાં રહેતો હતો. જ્યારે તેની પાસેના વિઝા 2022માં પૂરા થઈ ગયા હતા. તે ત્રણ વર્ષથી ગેરકાયદે રહેતો હોવાથી આ અંગે એમ્બસીને જાણ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે આ નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવાતા બૅંક ખાતાઓ સાથે જોડાયેલી 112થી વધુ ફરિયાદો કર્ણાટક, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ અને કેરળમાં ટ્રેસ કરવામાં આવી છે. આ સિન્ડિકેટમાં સામેલ બાકીના નાઇજિરિયન સભ્યો અને ભારતીય સહયોગીઓને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Back to top button