ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કોઈ મહિલા સુરક્ષિત છે? જાણીતી એક્ટ્રેસ સાથે ફેન્સે કરી ધકામુકી, સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ

હૈદરાબાદ: 18 ડિસેમ્બર, 2025: સાઉથ અભિનેત્રી નિધિ અગ્રવાલ સાથે આંધ્રપ્રદેશમાં એક ઇવેન્ટ દરમિયાન જે પ્રકારની ગેરવર્તણૂક થઈ, તેણે સોશિયલ મીડિયા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રભાસની આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’ (The Raja Saab)ના પ્રમોશન દરમિયાન બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકો પૂછી રહ્યા છે કે – શું આ ખરેખર ચાહકો છે કે પછી ભીડના ઓથે રક્ષણ મેળવતા છેડતીખોરો?

​શું હતી સમગ્ર ઘટના?

​હૈદરાબાદમાં એક સોન્ગ લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી નિધિ અગ્રવાલ હાજર રહી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે તે બહાર નીકળી રહી હતી, ત્યારે અચાનક ભીડે તેની કારને ઘેરી લીધી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડ જાણે અભિનેત્રી પર તૂટી પડી હોય તેમ ધક્કામુક્કી કરી રહી હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે નિધિ અગ્રવાલ ડરના માર્યા ચીસો પાડી રહી હતી, છતાં ભીડ તેને સ્પર્શવા અને નજીક જવા મથી રહી હતી. આયોજકોએ માંડ-માંડ સુરક્ષા કવચ બનાવીને તેને ત્યાંથી બહાર કાઢી હતી.

 

View this post on Instagram

 

Shared post on

​સોશિયલ મીડિયા પર આક્રોશ: ‘આ ફેન્સ નથી, મોલેસ્ટર છે’

​આ ઘટના બાદ ઇન્ટરનેટ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. અનેક યુઝર્સ આને ચાહકોનો પ્રેમ નહીં પણ ‘ટ્રોમા’ ગણાવી રહ્યા છે:

​પ્રિયા જેસ્વાલ (X યુઝર): “જ્યારે સેલિબ્રિટી સેલ્ફી નથી આપતા ત્યારે લોકો તેમને અભિમાની કહે છે. પરંતુ આ વીડિયો જુઓ, શું તમે તેમની પ્રાઇવસી કે સુરક્ષાનો સહેજ પણ વિચાર કરો છો? જો પબ્લિક તેમને આ રીતે અસુરક્ષિત અનુભવ કરાવશે, તો સ્વાભાવિક છે કે સેલિબ્રિટી પણ પબ્લિક સાથે ખરાબ વર્તન કરવા મજબૂર બનશે.”

​પ્રભ દેઓલ (X યુઝર): “આ અત્યંત શરમજનક કૃત્ય છે. આ સંપૂર્ણપણે છેડતી (Molestation) છે. આપણે ક્યારે સમજદારી દાખવીશું?”

આ પણ વાંચો: અમદાવાદની હચમચાવતી ઘટના: લગ્ન શક્ય ના હોવાના કારણે કાકા-ભત્રીજીએ હાથની નસ કાપી

Back to top button