અમદાવાદની હચમચાવતી ઘટના: લગ્ન શક્ય ના હોવાના કારણે કાકા-ભત્રીજીએ હાથની નસ કાપી
અમદાવાદની એક હોટલમાં હોટલમાં પ્રેમી યુગલે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં યુવકનું મોત થયુ છે અને યુવતીનો આબાદ બચાવ થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ બન્ને અમદવાદના શેલા વિસ્તારમાં રહેતા હતા અને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબધમાં જોડાયેલા હતા. હાલ પોલીસે આ બનાવને લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના શેલા વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજી બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા જેથી એક જ સમાજના હોવાને કારણે તેઓના લગ્ન શક્ય ન હતા. જેથી આ બન્ને જણાએ ભાગી જવાનું નક્કી કર્યું હતુ. જેથી આ લોકો ભાગીને એક હોટલમાં રોકાયા હતા અને જ્યા બન્ને જણાએ એકી સાથે આપઘાતની કોશિશ કરી હતી. પરતું આ ઘટનામાં યુવતનું મોત નિપજ્યું હતુ અને યુવતીનો આબાદ બચાવ થયો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુવતીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેઇલી સ્ટે નામની હોટેલમાં આ બન્ને જણા ઘરેથી ભાગીને રોકાયા હતા. ગતરોજ બપોરના સમયે યુવક અને યુવતીએ હાથમાં બ્લેડ મારીને સાથે મરી જવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઇજા થતા યુવકનું મોત થયું હતું જ્યારે યુવતી બેભાન થઈ ગઈ હતી. હોટલના સ્ટાફને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. બંનેએ સાથે આપઘાત પ્રયાસ કર્યો હતો તેનું કારણ જાણવા પોલીસ પ્રયાસ કરી રહી હતી, પરંતુ યુવતી ભાનમાં ન આવી હોવાથી ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું.












