ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી પરિવર્તન, પંચાયત વિભાગના 23 અધિકારીઓની બઢતી સાથે બદલી

Gujarat News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ક્લાસ-2 ના 23 અધિકારીઓને ક્લાસ-1 માં બઢતી આપીને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

વહીવટી માળખામાં મોટો ફેરફાર

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર ગુજરાત વિકાસ સેવા (GVS), ક્લાસ-2 ના 23 જેટલા અધિકારીઓને હવે ગુજરાત વહીવટી સેવા (GAS – જુનિયર સ્કેલ) ક્લાસ-1 માં પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બઢતીની સાથે જ જે-તે અધિકારીઓની નવી જગ્યાએ નિયુક્તિના આદેશો પણ કરી દેવામાં આવ્યા છે.

Transfer

 

Transfer

 

Transfer

પગાર ધોરણ અને નિમણૂક

બઢતી મેળવનાર આ અધિકારીઓને પે મેટ્રીક્સ લેવલ-10 (રૂ. 56,100 થી રૂ. 1,77,500) ના પગાર ધોરણમાં મૂકવામાં આવ્યા છે. હાલમાં આ બઢતી તદ્દન હંગામી ધોરણે ‘ઇન-સીટુ’ આપવામાં આવી છે, જે વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચૂંટણી પહેલા કવાયત તેજ

સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પંચાયત અને ગ્રામ વિકાસ જેવા મહત્વના વિભાગોમાં થયેલી આ બઢતી અને બદલીઓ સૂચક માનવામાં આવી રહી છે. ગ્રામીણ સ્તરે સરકારી યોજનાઓના અમલીકરણ અને વહીવટી ગતિશીલતા વધારવા માટે આ ફેરફાર મહત્ત્વનો સાબિત થશે.

આ પણ વાંચોઃ GPSC: ક્લાસ-1 અને 2 માટે આવી બંપર ભરતી, એક ક્લિકમાં જાણી લો વિગત

Back to top button