એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

NEET UG કાઉન્સેલિંગ 4 ઓગસ્ટથી શરૂ, 8 સપ્ટેમ્બરથી નવું મેડિકલ સત્ર શરૂ થશે

NEET UG Counseling : મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરવાની તૈયારી કરી રહેલા NEET UG 2026ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા MBBS અને અન્ય અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનું સંપૂર્ણ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા કોટા માટે પ્રથમ રાઉન્ડની કાઉન્સેલિંગ 4 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 8 સપ્ટેમ્બરથી થશે.

પ્રથમ રાઉન્ડની કાઉન્સેલિંગ

ડીમ્ડ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ માટે પ્રથમ રાઉન્ડની કાઉન્સેલિંગ 4 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી યોજાશે. આ રાઉન્ડમાં પસંદગી મેળવનાર ઉમેદવારોએ 22 ઓગસ્ટ સુધી સંબંધિત સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

બીજા અને ત્રીજા રાઉન્ડનું શેડ્યૂલ

બીજા રાઉન્ડની કાઉન્સેલિંગ 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી યોજાશે. ત્યારબાદ ત્રીજો રાઉન્ડ 10 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ચાલશે. સ્ટ્રે વેકન્સી રાઉન્ડ 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી યોજાશે અને અંતિમ પ્રવેશની તારીખ 10 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

રાજ્ય કોટા માટે અલગ સમયપત્રક

રાજ્ય કોટાની બેઠકો માટે પ્રથમ રાઉન્ડની કાઉન્સેલિંગ 13 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી યોજાશે. પસંદ થયેલા ઉમેદવારોએ 28 ઓગસ્ટ સુધી પ્રવેશ લેવાનો રહેશે. બીજો રાઉન્ડ 31 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી જ્યારે ત્રીજો રાઉન્ડ 16 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી યોજાશે. રાજ્ય કોટાનો સ્ટ્રે વેકન્સી રાઉન્ડ 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધી ચાલશે.

8 સપ્ટેમ્બરથી શરૂ થશે નવું શૈક્ષણિક સત્ર

મેડિકલ કાઉન્સેલિંગ કમિટીએ જણાવ્યું છે કે દેશભરના મેડિકલ કોલેજોમાં 8 સપ્ટેમ્બરથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. ત્યારબાદ ખાલી રહેલી બેઠકો ભરવા માટે કાઉન્સેલિંગના બાકીના રાઉન્ડ ચાલુ રહેશે. સમયસર પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે શનિવાર રવિવાર અને જાહેર રજાઓને પણ કાર્યદિવસ તરીકે ગણવામાં આવશે.

કાઉન્સેલિંગ પ્રક્રિયામાં મહત્વના ફેરફારો

આ વર્ષે કાઉન્સેલિંગ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. અપગ્રેડેશનનો વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારોને હવે માત્ર ઔપચારિકતા માટે કોલેજમાં ફિઝિકલ રિપોર્ટિંગ કરવાની જરૂર રહેશે નહીં અને તેમની સીટ સિસ્ટમમાં સુરક્ષિત રહેશે.

ઉમેદવારો હવે MCC પોર્ટલ દ્વારા ઓનલાઈન રાજીનામું પણ આપી શકશે અને તેના માટે કોલેજમાં જઈને અરજી કરવાની જરૂર નહીં રહે. ઉપરાંત ડીમ્ડ યુનિવર્સિટીમાં NRI કોટા હેઠળ અરજી કરનાર ઉમેદવારો જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરી શકશે. આ તમામ ફેરફારોનો હેતુ પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ પારદર્શક અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળ બનાવવાનો છે.

આ પણ વાંચો : ક્રૂડ ઓઈલમાં મોટી રાહત! હોર્મુઝથી જહાજની અવર-જવર ફરી શરૂ, ઘટી શકે ભાવ

Back to top button