Re-NEETની એક્ઝામ પહેલા પેપર લીકનો સનસનાટીભર્યો દાવો! પોલીસે શરુ કરી તપાસ

NEET-UG Paper Leak Claim: NEET-UG 2026 પેપર લીક થયા બાદ 3 મેના રોજ યોજાનારી NEET-UG પરીક્ષા રદ કરવામાં આવી હતી. NEET-UG 2026 માટે ફરીથી પરીક્ષા આજે (21 જૂન 2026)ના રવિવારે યોજાઈ રહી છે. પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થશે. જો કે પરીક્ષા શરુ થાય તે પહેલા જ રાજસ્થાનમાંથી પેપર લીક થયાનો એક સનસનાટીભર્યો દાવો સામે આવ્યો છે.
પ્રશ્નપત્ર બતાવીને રુપિયા માંગ્યા
પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થવાની છે, અને તે પહેલાં જ, પેપર લીક થયાના દાવાએ હડકંપ મચાવી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક અજાણ્યા ફોન કરનારે વીડિયો કોલ પર એક વિદ્યાર્થીને પ્રશ્નપત્ર બતાવીને તેના બદલામાં 30,000 રૂપિયાની માંગણી કરી હતી. આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ અજમેર પોલીસ તાત્કાલિક સતર્ક થઈને કાર્યવાહી શરુ કરીને તપાસ માટે એક ખાસ ટીમની રચના કરી હતી.
આજે NEET UG Re-Exam 2026નું આયોજન, રાજ્યમાં 78,801 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
પોલીસ ફરિયાદ નોંધાવી
અહેવાલો અનુસાર, DAV કોલેજ વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ અને ABVPના સભ્ય કૃષ્ણ સિંહ ઠાકુરે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કૃષ્ણ સિંહ ઠાકુરે વાતચીતનું રેકોર્ડિંગ પણ પોલીસને સુપરત કર્યું છે. ફરિયાદ મળતાં, પોલીસે મોબાઇલ નંબરની તપાસ શરૂ કરી અને વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા QR કોડ અને વિડીયો કોલની પણ તપાસ કરી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસ કેસની તપાસ શરુ કરી
શહેર SP હિમાંશુ જાગીદે જણાવ્યું હતું કે, ‘પોલીસને ફરિયાદ મળી હતી અને તેમણે આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવી હતી. કોલ કરનારને ઓળખવા અને વિડીયો કોલ દરમિયાન બતાવવામાં આવેલા પ્રશ્નપત્રની સત્યતા ચકાસવાના પ્રયાસો ચાલી રહ્યા છે.’ અજમેર પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રવિવારે યોજાનારી NEETની ફરીથી લેવાનાર પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ પાસેથી ગેરમાર્ગે દોરવા અને પૈસા પડાવવાના હેતુથી આ એક મોટી છેતરપિંડી હોઈ શકે છે.












