એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NEET UG 2026 EXAM : રાજ્યમાં 79000 સહિત સમગ્રદેશમાં 22.80 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

NEET UG 2026: આજે 3 મેના રોજ દેશભરમાં નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ધો. 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી જેવા મહત્વના ચાર કોર્સમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. જેમાં પેપર-પેન્સિલ મોડમાં ઓએમઆર (OMR) બેઝ પર પરીક્ષા લેવામાં આવશે. જેમાં આજે લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્યનો નિર્ણય થશે.

સમગ્ર દેશમાં રેકોર્ડબ્રેક 22.80 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

દેશભરમાંથી રેકોર્ડબ્રેક 22.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે ગુજરાતમાં કુલ 79,190 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ગુજરાતના 31 શહેરોના 211 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ યુવકો કરતા યુવતીઓની સંખ્યા વધુ છે, જેમાં 13.32 લાખ યુવતીઓ અને 9.58 લાખ યુવકો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કડક બંદોબસ્ત અને હાઈટેક મોનિટરિંગ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષામાં ચોરી અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યું છે. જેમાં સમગ્રદેશમાં 4700થી વધુ કેન્દ્રો પર કુલ 1.85 લાખ સીસીટીવી કેમેરા દ્વારા સતત નિરીક્ષણ રાખવામાં આવશે. કેન્દ્રોમાં ફોર લેયર સીસીટીવી મોનિટરિંગ અને રિયલ ટાઈમ મોનિટરિંગ માટે એનટીએનું કમાન્ડ સેન્ટર સજ્જ છે. પેપરના ટ્રાન્સપોર્ટેશન માટે જીપીએસ ટ્રેક બેઝ સિસ્ટમ અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ ઉપરાંત સંવેદનશીલ કેન્દ્રો પર સિગ્નલ જામર્સ મૂકવામાં આવ્યા છે અને ડબલ લોક સ્ટ્રોંગ રૂમમાં પેપર સુરક્ષિત રખાયા છે.

આ રીતે તૈયાર કરાયું પરીક્ષાનું માળખું

આ પરીક્ષા આજે બપોરે 2:00 થી 5:00 કલાક દરમિયાન યોજાશે. આ પરીક્ષા કુલ 720 ગુણની રહેશે. જેમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના 180-180 ગુણ જ્યારે બાયોલોજીના 360 ગુણ રહેશે. આ પરીક્ષાના સુચારુ સંચાલન માટે સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલે કોર્ડિનેશન કમિટીઓની રચના કરવામાં આવી છે તેમજ 240 જેટલા ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો : દિલ્હીના વિવેક વિહારમાં ભીષણ આગ: AC બ્લાસ્ટ બાદ 9 લોકોના મોત, અનેક ઘાયલ
Back to top button