દિલ્હીના વિવેક વિહારમાં ભીષણ આગ: AC બ્લાસ્ટ બાદ 9 લોકોના મોત, અનેક ઘાયલ

AC blast : દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે ભીષણ આગની ઘટના બની, જેમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.
માહિતી મુજબ, આગ લાગવાની જાણ ફાયર કન્ટ્રોલ રૂમને સવારે લગભગ 3:47 વાગ્યે મળી હતી. તરત જ 14 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ફાયર બ્રિગેડે ધુમાડા વચ્ચે ફસાયેલા 12થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
AC બ્લાસ્ટથી લાગી આગ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડિંગના બીજા માળે આવેલા એક ફ્લેટમાં AC બ્લાસ્ટ થતા આગ લાગી હતી, જે ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ. આગની લપેટોમાં આવીને અનેક લોકો ફસાઈ ગયા હતા.
#WATCH | Delhi: A fire broke out in a 4-storey building in Vivek Vihar, Shahdara. So far, 3-4 bodies have been found. Several fire tenders are on the spot. pic.twitter.com/4T0lxZeJPW
— ANI (@ANI) May 3, 2026
છતનો દરવાજો બંધ હોવાને કારણે દુર્ઘટના વધારાઈ
અહેવાલ મુજબ, ત્રીજા માળ પર રહેલા લોકો પોતાને બચાવવા માટે છત તરફ ભાગ્યા હતા, પરંતુ છતનો દરવાજો બંધ હોવાને કારણે તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને આગમાં સપડાઈ ગયા. આ દુર્ઘટનામાં બીજા માળ પર રહેલા ચાર લોકોના પણ મોત થયા છે.
બચાવ કામગીરી ચાલુ
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે, પરંતુ હાલ કૂલિંગ ઓપરેશન ચાલુ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરી છે, કારણ કે હજુ શોધખોળ ચાલુ છે.
ઓળખ મુશ્કેલ
પોલીસ મુજબ, મૃતદેહોની હાલત ખૂબ ખરાબ હોવાથી તેમની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ફાયરકર્મીઓએ જણાવ્યું કે ત્રણ મૃતદેહો બેડ પર જ મળી આવ્યા છે, જે ઘટનાની ગંભીરતાને દર્શાવે છે.
આ પણ વાંચો : IPL 2026: CSK સામે હાર બાદ હાર્દિક પાંડ્યાનું નિરાશાભર્યું નિવેદન












