સાયન્સ એન્ડ ટેકનોલોજી

અલ્ગોરિધમના ખોટા નિર્ણયથી ઉબેરને મોટો ફટકો: ડ્રાઇવરોના એકાઉન્ટ બ્લોક કરવા બદલ ફટકારેવાયો ₹9,000 કરોડનો દંડ

Uber Fined €825 Million in Europe: રોબોટિક સિસ્ટમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વધુ પડતી નિર્ભરતા વૈશ્વિક કેબ સર્વિસ કંપની ઉબેર માટે ભારે ઉપાધી સાબિત થઈ છે. યુરોપમાં કડક ડેટા સુરક્ષા નિયમોના ઉલ્લંઘન બદલ નેધરલેન્ડ્સના ડેટા પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા ઉબેર પર ₹9,000 કરોડ (આશરે 964 મિલિયન ડોલર) નો દંડ ફટકારવામાં આવ્યો છે. ડ્રાઇવરોની આજીવિકા પર માનવ સમીક્ષા વિના લેવાયેલા સ્વચાલિત નિર્ણયોને કારણે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

વિના કારણ એકાઉન્ટ્સ સસ્પેન્ડ થતાં વિવાદ

તપાસ અહેવાલ મુજબ, આ સમગ્ર મામલો વર્ષ 2018 થી 2022 વચ્ચેની ઘટનાઓ સાથે સંકળાયેલો છે. ઉબેરે એક એવા સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો જે કોઈ પણ માનવ હસ્તક્ષેપ વગર ડ્રાઇવરોના એકાઉન્ટ્સને કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દેતું હતું. સોફ્ટવેરને સામાન્ય શંકા જતાં જ ડ્રાઇવરોને નોટિસ કે ચેતવણી આપ્યા વિના જ તેમની કમાણીનો માર્ગ બંધ કરી દેવાતો હતો. ઓથોરિટીના મતે, લોકોની આજીવિકા સાથે સંકળાયેલા વિષયોમાં સંપૂર્ણપણે મશીન પર આધાર રાખવો અયોગ્ય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

GDPR ના કડક નિયમોનું ઉલ્લંઘન

યુરોપિયન યુનિયનના ‘જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન’ (GDPR) ના નિયમો મુજબ, કોઈ પણ ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા લોકોના જીવન પર ગંભીર અસર કરતા નિર્ણયો માનવ સમીક્ષા વિના લઈ શકાતા નથી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ઉબેરે આ મશીની સિસ્ટમ અંગે પોતાના ડ્રાઇવરોને સ્પષ્ટ માહિતી આપી નહોતી. નિયમોની આ ગંભીર અવહેલનાના આધારે કંપનીને ડેટા પ્રાઇવસી કાયદા હેઠળ દોષિત ઠેરવવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ભૂતકાળમાં પણ ફટકારાયો હતો કરોડોનો દંડ

દંડના આ ચુકાદા સામે ઉબેરે પોતાનો બચાવ કરતા કોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે. કંપનીના પ્રવક્તાએ દાવો કર્યો છે કે જે નીતિઓ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે તે નીતિઓમાં વર્ષો પહેલા સુધારો કરી દેવાયો છે અને હવે માનવ સમીક્ષા અને અપીલની યોગ્ય પ્રક્રિયા અમલમાં છે. નોંધનીય છે કે ઉબેર પર આવી કાર્યવાહી પહેલીવાર નથી થઈ. આ અગાઉ વર્ષ 2024 માં યુરોપિયન ડ્રાઇવરોનો ડેટા અમેરિકા ટ્રાન્સફર કરવા સંબંધિત ક્ષતિઓ બદલ કંપની પર 290 મિલિયન યુરોનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Back to top button