નૌશાદ રાહુલ બની ગયો, મિત્રની પોલીસ વર્દી પહેરી લીધી અને પછી શરૂ કર્યો અસંખ્ય સ્ત્રીઓના શોષણનો ખેલ

નવી દિલ્હી, 2 જુલાઈ, 2025ઃ Naushad caught exploiting countless women ઉત્તરપ્રદેશમાં એક એવા સેક્સ મેનિયાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે હિન્દુ નામ ધારણ કરી લીધું એટલે જ નહીં પરંતુ પોલીસની વર્દી પહેરીને ફરતો રહ્યો અને અગણિત મહિલાઓનું શારીરિક શોષણ કરતો રહ્યો, એ મહિલાઓ પાસેથી નાણાં પણ પડાવતો રહ્યો.
મીડિયા અહેવાલ અનુસાર, તે ક્યારેક રાહુલ ત્યાગી બની જતો, તો ક્યારેક રિક્કી ત્યાગી. ક્યારેક નૌશાદ ત્યાગી બનીને મળતો, તો ક્યારેક પોતાને ઉત્તર પ્રદેશ એસઓજી સાથે જોડાયેલો કોન્સ્ટેબલ જણાવીને રૂઆબ બતાવતો. જો છોકરી હિન્દુ હોય તો તે પોતાનું નામ રાહુલ કે રિક્કી જણાવતો, અને જો મુસ્લિમ હોય તો નૌશાદ બની જતો. તેના બે લગ્ન થઈ ચૂક્યા હતા, જેમાં તેની પહેલી પત્ની લગભગ 55 વર્ષની છે, એટલે કે તેનાથી 23 વર્ષ મોટી. ખોટાં નામો અને ખોટી ઓળખ દ્વારા તેણે દેશના ચાર રાજ્યોમાં 20 છોકરીઓને પોતાની પ્રેમના જાળમાં ફસાવી, જેમાંથી 10 સાથે તેના શારીરિક સંબંધો પણ બંધાયા.
આ સેક્સ મેનિયાક છે મુઝફ્ફરનગરના ચરથાવલનો રહેવાસી 32 વર્ષીય નૌશાદ. તે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી પોલીસની વર્દીની આડમાં અય્યાશી કરી રહ્યો હતો. હવે તે ઝડપાઈ ગયો છે અને તેના મોબાઈલમાં અનેક મહિલાઓના આપત્તિજનક ફોટા અને વીડિયો મળ્યા છે, જે તેના ગુનાઓના પુરાવા છે.
પ્રશ્ન એ થાય કે, આખરે તેને આ ખાખી ગણવેશ કેવી રીતે મળ્યો અને તે કેવી રીતે મહિલાઓની આંખોમાં ધૂળ નાખતો રહ્યો? વાત એમ છે કે, ઉત્તર પ્રદેશના સમ્ભલમાં નૌશાદ તેના એક પોલીસ કોન્સ્ટેબલ મિત્ર સાથે રહેતો હતો. થોડા સમય બાદ 2019ની લોકસભા ચૂંટણીના કારણે તેનો મિત્ર મધ્ય પ્રદેશ ગયો અને ભૂલથી તેની વર્દી સહિતની બેગ નૌશાદ પાસે રહી ગઈ. બસ અહીંથી નૌશાદની રમત શરૂ થઈ. તેણે પોતાના મિત્રને જૂઠું બોલ્યો કે તેની વર્દી લઈને પોતે મુઝફ્ફરનગર પાછો ફરી ગયો છે. જોકે તેના શેતાની દિમાગમાં કંઈક અલગ ચાલતું હતું અને તેનો અમલ કર્યો.
મુઝફ્ફરનગર આવ્યા બાદ થોડા દિવસોમાં જ નૌશાદે તેના મિત્રની પોલીસ વર્દી પહેરવાનું અને પોતાને ઉત્તર પ્રદેશ એસઓજીનો કોન્સ્ટેબલ ગણાવવાનું શરૂ કર્યું. તેના બે લગ્ન થઈ ચૂક્યા હતા, જેમાંથી પહેલી પત્ની તેનાથી 23 વર્ષ મોટી છે અને તે ચરથાવલ વિસ્તારમાં રહે છે. બીજી પત્ની મુઝફ્ફરનગરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં રહે છે. હવે નૌશાદે વર્દીની આડમાં મહિલાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું. તે સોશિયલ મીડિયા અને અન્ય રીતો દ્વારા એવી મહિલાઓની શોધ કરતો હતો જે કાં તો વિધવા હોય અથવા કોઈ કારણસર પોતાના પતિથી દૂર રહેતી હોય. ત્યારબાદ તે ધીમે-ધીમે એવી મહિલાઓને પોતાની વાતોની જાળમાં ફસાવતો અને પછી પ્રેમનું ખોટું નાટક કરતો. આ રીતે તેણે મથુરા, સમ્ભલ, નોઈડા, ગાઝિયાબાદ, બુલંદશહેર, આસામ, મેઘાલય અને દિલ્હી સહિત ચાર રાજ્યોની લગભગ 20 મહિલાઓને ફસાવી.
આ પણ વાંચોઃ National Herald Case: 90 કરોડના દેવાથી લઈને 2000 કરોડનો ખેલ… સોનિયા-રાહુલ ગાંધી પર EDનો મોટો આરોપ
આ અહેવાલ મુજબ પોલીસ પૂછપરછમાં નૌશાદે કબૂલ્યું કે આમાંથી 10 મહિલાઓ સાથે તેના શારીરિક સંબંધો પણ હતા. તેને યુપી પોલીસનો કોન્સ્ટેબલ માનીને મહિલાઓ સરળતાથી તેના પર ભરોસો કરી લેતી હતી. તે ક્યારેક રાહુલ ત્યાગી બનીને મળતો, ક્યારેક રિક્કી ત્યાગી, તો ક્યારેક નૌશાદ ત્યાગી. તેણે અલગ-અલગ નામની નેમ પ્લેટ પણ બનાવી રાખી હતી. એટલું જ નહીં, વર્દીની આડમાં નૌશાદ ગેરકાયદે રીતે પૈસા પણ કમાતો હતો. આસપાસના લોકો પર પોતાનો રૂઆબ જમાવવા માટે તેણે કેટલાક પોલીસકર્મીઓ સાથે પણ મિત્રતા કરી હતી અને ઘણીવાર તેમને દાવત આપવાના બહાને તેમની સાથે વિસ્તારમાં ફરતો. લોકોને લાગતું કે યુપી પોલીસમાં નૌશાદની સારી પહોંચ છે, ત્યારે જ તેની સાથે આટલા પોલીસકર્મીઓ ઉઠતા-બેસતા હોય છે.
જોકે ખોટા લોકોની પોલ વહેલા કે મોડા ખૂલી જ જતી હોય છે. એવી જ રીતે નૌશાદની પોલ ત્યારે ખુલી જ્યારે તેણે એક વિધવા મહિલાને પોતાના જાળમાં ફસાવી. પતિના અવસાન બાદ આ મહિલા કરિયાણાની દુકાન ચલાવતી હતી. એક દિવસ નૌશાદ પોલીસ વર્દી પર રાહુલ ત્યાગીની નેમ પ્લેટ લગાવીને તેની દુકાને ખરીદી કરવાના બહાને ગયો અને ધીમે-ધીમે નિયમિત દુકાન પર જવા લાગ્યો. વાતચીતનો સિલસિલો વધારીને તેણે મહિલા સાથે પ્રેમનું નાટક કર્યું અને કહ્યું કે તે તેની સાથે લગ્ન કરશે. લગ્નની લાલચ આપીને તેણે મહિલા સાથે સંબંધો પણ બાંધ્યા. થોડા સમય બાદ તેણે મહિલાને એક ખોટી વાર્તા સંભળાવી અને તેની પાસેથી લગભગ 2 લાખ 75 હજાર રૂપિયા લઈ લીધા. મહિલાએ તેના પર સંપૂર્ણ ભરોસો કરી લીધો હતો અને પછી બીજી વખત 3 લાખ રૂપિયાના ઘરેણાં પણ તેને આપી દીધા. પરંતુ જ્યારે નૌશાદ લગ્નની વાત ટાળવા લાગ્યો ત્યારે એ વિધવાને શંકા થઈ.
આ પણ વાંચોઃ સ્કૂલ ચલે હમ…. દર શનિવારે બાળકો હવે હોંશે હોંશે જશે… જાણો શું થયો નવો પરિપત્ર
પોતાની સાથે થયેલી ગંભીર છેતરપિંડીનો અંદાજ આવતાં જ મહિલા પોલીસ પાસે પહોંચી અને આખી વાત જણાવી. મામલો અત્યંત ગંભીર હતો તેથી પોલીસે તરત જ કાર્યવાહી કરીને ગઈકાલે એટલે કે 1 જુલાઈએ નૌશાદને ઝડપી લીધો.
પોલીસના જણાવ્યા મુજબ નૌશાદ તે સમયે નવા શિકારની શોધમાં કોઈ બીજા શહેરમાં ભાગવાની ફિરાકમાં હતો. કદાચ તેને અંદાજ હતો કે જે મહિલા પાસેથી તેણે રૂપિયા અને ઘરેણાં લીધા હતા તે તેની પોલ ખોલી શકે છે. પોલીસે નૌશાદ વિરુદ્ધ સંબંધિત કાયદાકીય કલમો હેઠળ કેસ નોંધીને તેને જેલ મોકલી દીધો છે. તેના મોબાઈલમાં અનેક મહિલાઓના આપત્તિજનક ફોટા અને વીડિયો પણ મળ્યા છે. સાથે જ તેની પાસેથી તે વર્દી પણ જપ્ત કરવામાં આવી છે જે પહેરીને તે મહિલાઓને પોતાના જાળમાં ફસાવતો હતો. પોલીસનું કહેવું છે કે નૌશાદ એક ખતરનાક પ્રકારનો ગુનેગાર છે, તેથી તેનો સંપૂર્ણ ઈતિહાસ શોધવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર ફાયર વિભાગ વિરુદ્ધ લૂંટના ખેલની સનસનાટી, પણ હકીકત શું છે? જાણો












