ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Monsoon 2026: કેરલમમાં ચોમાસાની એન્ટ્રી, IMDની સત્તાવાર જાહેરાત

Southwest Monsoon Arrives In Kerala: કેરલમમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ચોમાસું હવે ગોવા તરફ આગળ વધશે

હવામાન વિભાગ મુજબ, ચોમાસું હવે આગામી ત્રણથી ચાર દિવસમાં કર્ણાટકના દરિયાકાંઠા પરથી આગળ વધીને ગોવા તરફ આગળ વધશે. હાલમાં સમગ્ર હવામાન પરિસ્થિતિ ચોમાસા માટે અનુકૂળ જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 10મી જૂન પછી ચોમાસું થોડું નબડું પડી શકે છે, પરંતુ શરૂઆતના દિવસોમાં તે ઝડપથી આગળ વધશે.

ઉત્તર ભારતને ગરમીથી રાહતની સંભાવના

ચોમાસાની શરૂઆત સાથે જ દેશના ઉત્તર ભાગોમાં પણ ગરમીથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ આગામી 2થી 4 દિવસમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી અને NCR સહિતના વિસ્તારોમાં તાપમાન ઘટી શકે છે અને હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે.

કેરલમમાં ભારે વરસાદ અને એલર્ટ

ચોમાસા પહેલા જ કેરલમના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અલાપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ જિલ્લાઓ માટે ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્યના કુલ આઠ જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ લાગુ છે. IMD મુજબ, કેટલીક જગ્યાએ વરસાદ દરમિયાન પવનની ગતિ 40 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે વીજળી સાથેના તોફાનની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કયા જિલ્લાઓમાં અસરની શક્યતા?

તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા, ઇડુક્કી અને ત્રિશુર સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં પણ પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચોમાસાનું આગમન દેશ માટે રાહતની શરૂઆત ગણાય છે, ખાસ કરીને લાંબા ઉનાળાની ગરમી બાદ. આગામી દિવસોમાં ચોમાસું દક્ષિણથી આગળ વધીને મધ્ય અને ઉત્તર ભારત સુધી અસર પહોંચાડશે, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.

આ પણ વાંચો : ધોળકામાં શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો
Back to top button