ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Ceasefire News: ‘આશા છે કે આ……’, અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર ભારતની પહેલી પ્રતિક્રિયા

India Reaction On US Iran Ceasefire: મધ્ય પૂર્વમાં છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા સંઘર્ષનો આજે વિરામ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આજે (08 એપ્રિલ 2026) ઈરાન સાથે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ જાહેરાતથી વિશ્વભરના દેશોએ રાહતનો શ્વાસ લીધો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની સમજૂતી થઈ છે, ત્યારે વિશ્વભરના રાજકીય નેતાઓ દ્વારા આ કરારનું સ્વાગત કર્યું છે, ત્યારે હવે ભારતનું રિએક્શન પણ આવી ગયું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ચાલી રહ્યો હતો, જેના પગલે પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ વિકટ બની ગઈ હતી, જો કે હવે રાહતની ખબર આવતા ભારતે પણ સીઝફાયરનું સ્વાગત કર્યું છે.

India’s Ministry of External Affairs has welcomed the recent ceasefire agreement between the United States and Iran aimed at halting hostilities in the Middle East. New Delhi emphasised peace, diplomacy, and stability while monitoring developments closely, reflecting India’s balanced approach in global conflicts
IMAGE : AI

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ભારત સરકારે અમેરિકા-ઈરાન સંઘર્ષમાં જાહેર કરાયેલા યુદ્ધવિરામ પર પોતાનો પહેલો પ્રતિભાવ આપ્યો છે. આજે (8 એપ્રિલ, 2026) વિદેશ મંત્રાલયે યુદ્ધવિરામનું સ્વાગત કરતા એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે, જેમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે યુદ્ધવિરામ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ સ્થાપિત કરશે. ભારત શરૂઆતથી જ વાતચીત દ્વારા તણાવ ઓછો કરવાની તરફેણમાં હતું. અમે સતત કહ્યું છે કે વર્તમાન સંઘર્ષને શક્ય તેટલી ઝડપથી સમાપ્ત કરવા માટે તણાવ ઓછો કરવો જરૂરી છે, અને શાંતિ સ્થાપિત કરવા માટે વાતચીત અને રાજદ્વારી જરૂરી છે.”

આ પણ વાંચો : ’તાત્કાલિક ઈરાન છોડી દો’, સીઝફાયર બાદ ભારતીયો માટે એડવાાઈઝરી જાહેર

Back to top button